છરી અને દેશી દારૂ મળી આવ્યો
વાંકાનેર: તહેવારોની સીઝનમાં ટ્રાફિક અડચણો ઉભી ન થાય અને લોકો સુગમતા અનુભવે તે માટે સીટી અને તાલુકા પોલીસે વિવિધ ગામના છકડા રીક્ષા ચાલકો પર ટ્રાફિકને અડચણરૂપ અને ઝડપથી રીક્ષા કલાવવા સબબ કાર્યવાહી કરી છે. જેમાં નીચે મુજબના ચાલકોનો સમાવેશ થાય છે….




(1) ભાટિયા સોસાયટીના ઈમ્તિયાઝ મહંમદરફીક શાહમદાર (2) રાજાવડલાના સની મોનાભાઇ ગમારા (3) દિગ્વિજયનગરના દિપક કાનજીભાઈ ધેણોજા (4) લિંબાળાના તેજા મશરૂભાઇ ગમારા (5) કાછીયાગાળાના મહેશ ખોડાભાઈ સરવૈયા (6) કુંભારપરા શેરી નં 6 માં રહેતા કિસન હેમુભાઈ પરમાર અને (7) હરસિધ્ધિ હોટલની બાજુના ડેલામાં રહેતા વિનય ગણેશભાઈ શંખેશરીયા…



છરી મળી આવતા: વાંકાનેર મીલપ્લોટ ભામરવાળી શેરીમાં રહેતા સોહીલ હૈદરભાઈ મોવર પાસેથી ઢુવા બ્રિજ પર હતા ત્યારે ગેરકાયદેસર રીતે પેન્ટના નેફામાં એક ધારદાર છરી મળી આવતા મહે. જીલ્લા મેજી. સા. મોરબી નાઓના હથીયાર બંધી જાહેર નામા નં.જે/એમએજી/ક. ૩૭(૧)જા. નામુ/વશી ૨૭૦૯(૧)/૨૦૨૪ તા. ૨૭/૦૯/૨૦૨૪૨૦૨૪નો ભંગ કરતા ગુન્હો જી.પી.એકટ કલમ ૩૭૧, ૧૩૫ મુજબ ગુન્હો નોંધાયો છે…
દેશી દારૂ: વાંકિયાના સલીમ રસુલભાઈ બાવરા અને રંગપરના અજિત રવુભાઇ કારિયા પાસેથી વાંકિયાના સલીમ રસુલભાઈ બાવરા અને રંગપરના અજિત રવુભાઇ કારિયા પાસેથી દેશી દારૂ મળી આવતા પોલીસ કાર્યવાહી થઇ છે.
