ગરબા લેતા પોસ્ટમેનને હાર્ટ એટેક
નવાપરા, મીલપ્લોટ, જકાતનાકા, માર્કેટ ચોકમાં પોલીસ કાર્યવાહી
વાંકાનેર: મોરબી જીલ્લામાં નવરાત્રી તહેવાર અનુસંધાને કડક પોલીસ બંદોબસ્ત રાખી કોઈ અનિચ્છનીય બનાવો ન બને તેવી વ્યવસ્થા
ગોઠવવામાં આવી છે અને આવારા, રોમીયોગીરી, સીનસપાટા કરતા તેમજ ભયનુ વાતારણ ઉભું કરતા અસામાજીક તત્વો સામે
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં વાંકાનેરના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર
સિટીના પીઆઇ એચ.વી.ઘેલા તથા પીએસઆઈ ડી.વી.કાનાણી અને વી.કે. મહેશ્વરી સહિતના સ્ટાફ દ્વારા વાંકાનેર શહેરમાં નવાપરા,
મીલપ્લોટ, જકાતનાકા તેમજ માર્કેટ ચોક વિગેરે જગ્યાએથી આવારા તત્વો તેમજ ત્રીપલ સવારીમાં રહેલ તેમજ વાહનના જરૂરી કાગળો
વગરના કુલ-૧૦ મોટરસાઈકલ વાહનો ડીટેઈન કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી…
ગરબા લેતા પોસ્ટમેનને હાર્ટ એટેક
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઉમિયા પેલેસ ખાતે રહેતા અને પોસ્ટ વિભાગમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ રવજીભાઈ ઘુમલીયા જાતે પટેલ (49) પોસ્ટ ઓફિસ ખાતે રાસ ગરબાના કાર્યક્રમ આવ્યા હતા અને બાદ જમણવારમાં હાજર હતા દરમિયાન તેને હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા તેનું મોત નીપજયુ હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ધનજીભાઈ રવજીભાઈ ઘુમલીયા જાતે પટેલ (54) રહે. તપોવન રેસીડેન્સી નીલકંઠ હાઇટ્સ ઉમિયા સર્કલ પાસે સનાળા રોડ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં પોસ્ટ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ગઈકાલે પોસ્ટ ઓફિસના પટાંગણમાં પોસ્ટ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને તેઓના પરિવાર માટે એક દિવસ માટે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાસ ગરબા બાદ જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. અને રાસ ગરબામાં મૃતક દિનેશભાઈ રવજીભાઈ ઘૂમલીયા સહિતના પોસ્ટ વિભાગના કર્મચારીઓને તેના પરિવારજનો સાથે રાસ ગરબા લીધા હતા ત્યાર બાદ જ્યારે જમણવારનો કાર્યક્રમ ચાલુ હતો ત્યારે દિનેશભાઈ ઘુમલીયાને હાર્ટ અટેકનો હુમલો આવતા તેનું મોત નીપજયું હતું આ અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
