વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા અરુણોદય સોસાયટી અને હસનપર ગ્રામ્ય વિસ્તારમાં વાંકાનેર સીટી પોલીસ ટીમના પીએસઆઇ ડી.વી. કાનાણી અને પીએસઆઇ કે.વી. મહેશ્વરીએ વિઝીટ કરી હતી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને કોમ્પ્યુટર મોબાઇલ યુગમાં ફ્રોડ ચીટીંગ હનીટ્રેપ જેવા ગુનાઓથી સતત સાવધાન રહેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, સાથોસાથ સરકારની ગાઇડ લાઈન
મુજબ સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા, મહિલા અને બાળ સુરક્ષા અંગે માર્ગદર્શન, સાથોસાથ વ્યાજનું વ્યાજ વસૂલતા લોકો સામે જાગૃતતા લાવવા કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું; જેમાં સ્થાનિક વિસ્તારના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એ સમયે સંપૂર્ણ વિગતવાર કાયદાકીય માર્ગદર્શન પી.એસ.આઇ.કાનાણીએ પૂરું પાડયું હતું આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા પોલીસ વડાની સુચના નાયબ પોલીસ અધ્યક્ષકના માર્ગદર્શનથી પીઆઇ એચ.વી. ધેલા ના આદેશથી કરવામાં આવ્યું હતું….