વાંકાનેર: તાલુકાના જાલીડા ગામે મજુરી અર્થે આવેલ દંપતી ખરીદી કરવા માટે વાંકાનેર સિટીમાં આવેલ હોય જ્યાં દીકરો વિખુટો પડી જતા વાંકાનેર સીટી પોલીસની ટીમે પરિવાર સાથે મિલન કરાવી માનવતા ફેલાવી છે…
વાંકાનેરના જાલીડા ગામે રહીને મજુરી કરતા મધ્યપ્રદેશના વતની રોહિતભાઈ શ્યામલાલ કોહલી અને આશાદેવી રોહિતભાઈ કોહલી પોતાના દીકરા સાથે વાંકાનેર સિટીમાં ખરીદી માટે આવેલ હોય જ્યાં તેનો બે વર્ષનો દીકરો વિખુટો પડી જતા દંપતીએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમે પેટ્રોલિંગ કરીને રોહિતભાઈના બે વર્ષના દીકરાને શોધીને દંપતીને પરત સોપ્યો હતો જેથી બાળકનું પરિવાર સાથે મિલન થતા પરિવારમાં ખુશી ફેલાઈ હતી તો પરિવારે પણ પોલીસનો આભાર માન્યો હતો..
વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીમાં પી આઈ એચ વી ઘેલા, તેજપાલસિહ કિરીટસિંહ અને ઉર્મિલાબેન ધનશ્યામભાઈ સહિતની ટીમે કરેલ છે…