અગાભી પીપળીયા ગામે દીપડાએ ઘેટાનું મારણ કર્યું
ટંકારા: હરીપર (ભૂ) ગામના વેપારીને હનીટ્રેપમાં ફસાવી ૫ લાખની રકમ પડાવી લેવામાં આવી હતી જે રકમ કબજે લઈને પોલીસે કોર્ટમાં હુકમથી ફરિયાદીને ૫ લાખ પરત આપી હતી…ટંકારાના હરીપર(ભૂ) ગામે રહેતા અજીતભાઈ મુળજીભાઈ ભાગિયા (ઉ.૩૭) એ ગત જાન્યુઆરી માસમાં ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી દિવ્યા ઉર્ફે પૂજા રમેશભાઈ જાદવ રહે-ટંકારા એ અજીતભાઈ સાથે ફોનથી સંપર્કમાં આવીને દિવ્યાએ અજીતભાઈને પોતાનું નામ દિવ્યા ઉર્ફે પૂજા હોવાનું જણાવી છતર તથા રાજકોટ તથા
ટંકારાના આજુ બાજુના વિસ્તારમાં લઇ જઈ અજીતભાઈનો વિશ્વાસ કેળવી આરોપી દિવ્યા ઉર્ફે પૂજા એ અન્ય આરોપી રમેશભાઈ કાળુભાઈ જાદવ રહે- ટંકારા,સંજયભાઈ ભીખાલાલ પટેલ,હાર્દિક કિશોરભાઈ મકવાણા રહે નાની વાવડી ખોડીયાર સોસાયટી અને ઋત્વિક દિવ્યા ઉર્ફે પૂજાનો ભાઈ એ કાવતરું રચી આરોપીઓ સ્વીફ્ટ કાર
જીજે ૩૬ એજે ૯૧૭૨ વાળી માં લઇ આવી અજીતભાઈનું અપહરણ કરી અજીતભાઈ તથા સાહેદને જુદી જુદી જગ્યા એ લઇ જઈ માર મારી બળાત્કારના કેસમાં ફસાવી દેવાનું કહી ડરાવી ધમકાવી રૂપિયા ૫ લાખ બળજબરીથી કઢાવી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી
જે ફરિયાદને પગલે પોલીસે આરોપીઓને ઝડપી લઈને રોકડ રકમ અને અન્ય મુદામાલ કબજે લીધો હતો ફરિયાદી પાસેથી રૂપિયા ૫ લાખ ડરાવી ધમકાવી પડાવ્યા હતા જે રોકડ રૂપિયા આરોપીઓ પાસેથી પોલીસે કબજે લીધી હતી અને નામદાર કોર્ટના હુકમથી ફરિયાદીને રૂપિયા ૫ લાખ પરત આપ્યા હતાઅગાભી પીપળીયા ગામે દીપડાએ ઘેટાનું મારણ કર્યું
વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે દીપડો દેખાયો હતો, માદા દીપડાએ તેના બચ્ચા સાથે ૨૦ થી વધુ ઘેટાનું મારણ કરતા પંથકમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે..વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે માદા દીપડાએ બચ્ચા સાથે ત્રાટકી ૨૦ થી વધુ ઘેટાનું મારણ કર્યું હતું અગાભી પીપળીયા ગામના રહેવાસી કાનાભાઈ મેરાભાઇ ભરવાડના વાડામાં રહેલ ૨૦ થી વધુ ઘેટા પર હુમલો કરી મારણ કર્યું હતું રાત્રીના બે વાગ્યાના અરસામાં માદા દીપડો તેના બચ્ચા સાથે આવી ચડ્યું હતું અને ઘેટાનું મારણ કર્યું હતું ૨૦ થી વધુ ઘેટાના મારણને પગલે માલધારી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે તેમજ દીપડાએ દેખા દેતા પંથકમાં ભયનો માહોલ છવાયો છે જે અંગે વન વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ ચલાવી હતી સાથે જ માલધારી અને ગ્રામજનોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી હતી…