વરલીના આંકડા લખતા: કેફી પીણું પી ને બાઈક ચલાવતા
વાંકાનેર: મોરબી જીલ્લા પોલીસ દ્વારા રીક્ષા ચાલકો વિરુદ્ધ સરપ્રાઈઝ ચેકિંગ ડ્રાઈવમાં પોલીસે 9 રીક્ષા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે તેમજ અન્ય સમાધાન શુલ્ક પાવતીઓ આપવામાં આવી હતી…
વાંકાનેર સીટી પોલીસે વાહન અકસ્માતમાં ઘટાડો લાવવા અને ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી માટે સરપ્રાઈઝ વાહન ચેકિંગ ડ્રાઈવનું આયોજન કર્યું હતું જેમાં રીક્ષા ચાલકો વિરુદ્ધ સરપ્રાઈઝ વાહન ચેકિંગ કરવામાં આવતા રીક્ષા વધુ ઝડપથી ચલાવવા, ટ્રાફિકને અડચણ રૂપ ઉભી રાખવા વગેરે તેવા રીક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી…
દંડાયેલ રીક્ષા ચાલકોમાં (1) જાલસિકાના રોહિત ભીખાભાઇ જાદવ (2) પાજના નથુ ગીગાભાઇ ઝાપડા (3) દિગ્વિજયનગરના ભરત ભીખાભાઇ બાબરીયા (4) મિલ સોસાયટીના કાળુભાઇ વજેસિંગ વાઘેલા (5) મિલ પ્લોટ સહકારી મંડળી વાળી શેરીમાં રહેતા હુસેનભાઇ સલેમાનભાઈ બોઘડીયા (6) કાનપરના કિશન ભલાભાઈ કાટોડિયા (7) કાશીપરના દિલીપ પાંચાભાઇ લુંભાણી અને (8) આરોગ્યનગરના મેહુલ ચંદુભાઈ ચારોલીયા સમાવેશ થાય છે…..
વરલીના આંકડા લખતા:
વાંકાનેર: સીટી સ્ટેશન રોડ અમરસિંહજી હાઈસ્કૂલ પાસે રહેતા મનોજભાઈ શાંતિલાલ વાંજાને પોલીસખાતાએ સિંધાવદર દરવાજા એક્સિસ બેંક પાસેથી રૂપિયા 280 સાથે વરલી મટકાના આંકડા લખતા પકડેલ છે
કેફી પીણું પી ને બાઈક ચલાવતા:
મેસરીયા ઝુંપડામાં રહેતા કાલુરામ દિત્યારામ માવી કેફી પીણું પી ને સર્પ આકારે બાઈક ચલાવતા પોલીસે કાર્યવાહીકરી છે….