દક્ષિણ વાંકાનેરથી પૂર્વ વાંકાનેરના વિસ્તારને અસર
સવારે ૮:૦૦ થી બપોરે ૦૩:૦૦ સુધી વીજળી બંધ રહેશે
વાંકાનેર: શહેરના વિદ્યા ફીડરમાં નવા ટ્રાન્સફોર્મર લગાવવા અને MVCC કેબલ બદલાવા માટેનું સમારકામ કરવાનું હોવાથી આજે તા. ૯.૧૧.૨૦૨૫ ના રોજ સવારે ૮:૦૦ થી બપોરે ૦૩:૦૦ સુધી આ ફીડર હેઠળ આવતા વિસ્તારમાં વીજ પુરવઠો આપી શકાશે નહીં.

વિદ્યા ફીડરમાં મેન્ટેનન્સ કરવાનું હોવાથી અમરસર ફાટક પાસેનો વિસ્તાર, મહાવીરનગર, ગોકુલનગર, મામલતદાર ઓફિસ અને તેની આજુબાજુનો વિસ્તાર, કોર્ટ અને તેની આજુબાજુનો વિસ્તાર, રાજાવડલા રોડ પરના વિસ્તાર, દ્વારકાનગરી, પરશુરામ સોસાયટી, ગાયત્રી મંદિરની આજુબાજુનો વિસ્તાર, ૨૫ વારિયા, આશિયાના, પરવેઝ પાર્ક, વૃંદાવન પાર્ક, લક્ષ્મીપરા, જિનપરા મેઈન રોડ, જિનપરા ચોકની આજુબાજુનો વિસ્તાર, મેહુલ ટેલિકોમવાળી શેરીમાં વીજકાપ રહેશે.

ભોરણીયા શેરી,વાણિયા શેરી,જિનપરા ચોકથી જકાતનાકા વાળો મેઈન રોડ, સિટી સ્ટેશન રોડ, ગરાસિયા બોર્ડિંગની આજુબાજુનો વિસ્તાર, માર્કેટ ચોકથી જીનપરા ચોક સુધી રોડ પર બને બાજુનો વિસ્તાર, નગરપાલિકા ઓફિસ અને તેની આજુબાજુનો વિસ્તાર, જકાત નાકાની પાસેનો વિસ્તાર, જુની પટેલ સમાજ વાડીની પાસેનો વિસ્તાર, સિટી પોલીસ સ્ટેશનની પાસેનો વિસ્તાર, અમરસિંજી હાઈસ્કૂલ પાસેનો વિસ્તાર, અમરનાથ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાવર બંધ રહેશે તેમ PGVCL સૂત્રોએ જણાવ્યું હતું…
