વાંકાનેર: મોરબીના મકનસર લોકેશન પર સવારે કોલ મળ્યો હતો કે માટેલ રોડ પર ડીલીવરી કેસ મળેલ છે જેથી માટેલ રોડ પર સમયસર ૧૦૮ ટીમ પહોંચી ગઈ હતી જ્યાં પ્રસૃતા રણજીતાબેન વિક્રમભાઈ નામની ૩૦ વર્ષની મહિલાને રસ્તામાં જ ડીલીવરીનો દુખાવો ઉપડ્યો હતો
અને હોસ્પિટલ પહોંચાડવાનો સમય રહ્યો ના હોય જેથી ડો. દવેના માર્ગદર્શનથી ઇએમટી મેર પ્રવીણભાઈ, પાયલોટ વાજા દીપકભાઈની ટીમે એમ્બ્યુલન્સમાં જ મહિલાની સફળ ડીલીવરી કરાવી હતી અને પ્રાથમિક સારવાર આપી બાદમાં હોસ્પિટલ ખસેડાયા હતા…