કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

આઝાદી પહેલાનું વાંકાનેર રાજ અને તેના ગામડાઓ-2

સમથેરવાના ઊનના ધાબળા, જાલીડાના ચાસીયા ઘઉં, ચિત્રાખડાની કમોદ અને રાતાવીરડાના ધામધણીયા ખાણના પથ્થર વખણાતા

વિનયગઢનું મૂળ નામ પાડણ અને જેપુરનું ટીંબડી હતું. સરધારકાના ભાયાતો ગોંડલ રાજના જીવાઇદાર હતા. વરડુસરના તળાવમાં સફેદ કમળ થતું હતું 
મેસરીયામાં આવેલા બે કુંડમાંથી સતત પાણી વહેતું રહેતું. રૂપાવટી અને ખખાણાની ઉપજ રૂગનાથજી મંદિરમાં જતી. હોલમઢ પાસે ધાબી ભેંસલાની વીડી, મહિકા ફરતો ગઢ, લુણસર પાસે સુંદર તળાવ, ભાયાતી ગામ ઢુવામાં જુના વખતનું શિખરવાનું મંદિર હતું અને માટેલમાં ફોજદારી થાણું હતું.

હપ્તો: બીજો

કણકોટમાં બિલેશ્વર મહાદેવની પુરાણી જગા હતી.

મેસરીયા મહાલમાં 27 ગામો હતા. વસ્તી ૮ર૬ર હતી. મચ્છુરા વોકળા પર આવેલ મેસરીયામાં ફોજદારનું થાણું અને દરબારગઢ હતો. ગામની બહાર માર્ગપંથી જાલા ભગતની જગ્યા હતી. રબારીઓ તેના મુખ્ય ભકત હતા. ત્યાં બે કુંડ હતા, જેમાંથી પાણી વહેતું રહેતું. આ ગામમાં માત્ર કોળી જ રહેતા, મોમીનો પાછળથી રહેવા આવેલ હતા. વિનયગઢનું મૂળ નામ પાડણ હતું. આ ગામમાં વસતા કાઠી લોકો ખૂબ તોફાની હતા, રાજ બનેસિંહજીએ તેમને વશ કરેલા. ગામમાં ઉભરાણીયો કૂવો હતો, જેમાંથી સતત પાણી ઉભરાતું. જાલીડાના કણબી લોકો ચાસીયા ઘઉંની ખેતી કરતા, જે વખણાતા. રૂપાવટી અને ખખાણા ગામ વાંકાનેરના રૂગનાથજી મંદિરના ધર્મના ગામ હતા, આ બે ગામોની ઉપજ આ મંદિરમાં જતી. રૂપાવટીમાં લક્ષ્મીનારાયણનું મંદિર હતું. ગામ ફરતે ગઢ હતો. બનિયા વોંકળાના કાંઠેના વસુન્દ્રામાં મુખ્ય વસ્તી આયર લોકોની હતી. જેપુરનું પહેલા નામ ટીંબડી હતું. હોલમઢ પાસે ધાબી ભેંસલાની વીડી હતી. ગામની નજીક હોલમાતાનું મંદિર છે, આયરો તેના આસ્તિક છે.

મચ્છુના કાંઠે આવેલા મહિકા ફરતો ગઢ હતો. નદીના કાંઠા ઉપર ખેરડિઆ હનુમાનની દેરી હતી. ગુર્જર સુથાર લોકો તેની માનતા વધારે રાખતા. આ ટપ્પામાં સોભલા ગામમાં નકલંકજીનું મંદિર હતું, તેના પુજારી ભરવાડ હતા. ગારીયા ટપ્પામાં ગારીયા, પાજ, શેખરડી અને કાનપરનો સમાવેશ થતો હતો. 

લુણસર મહાલમાં ૩૩ ગામડા અને વસ્તી ૮૭૭૫ની હતી.કણબીની વસ્તી ધરાવતા લુણસર ગામ પાસે સુંદર તળાવ અને પોલીસ થાણું હતું. ચિત્રાખડામાં કમોદ સારી થતી. દલડીમાં રેલ્વે સ્ટેશન અને નિશાળ હતી. સરધારકાના ભાયાતો ગોંડલ રાજના જીવાઇદાર હતા. વરડુસર ટપ્પામાં વરડુસરના તળાવમાં સફેદ કમળ થતું. ભેરડા ટપ્પામાં ભેરડા પાસે ટેલિફોનની લાઈન નિકળતી. રાતાવીરડા ટપ્પામાં રાતાવીરડામાં ઊંચી જાતનો ખારો પત્થર અને નજીકમાં ધામધણીયા નામના લાલ પત્થરની ખાણ હતી. જેના ઉપર ઝીણી કોતરણી થઇ શકતી. 

માટેલ ટપ્પામાં માટેલીયા વોંકળાનાં કાંઠા ઉપર આવેલ માટેલમાં ફોજદારી થાણું હતું. વોંકળામાં બારે માસ પાણીની પાટ ભરાઈ રહેતી ખોડિયાર માતાનું જૂનું સ્થાનક હતું. ભાયાતી ગામ ઢુવામાં રેલવે સ્ટેશન હતું. જુના વખતનું શિખરવાનું મંદિર હતું, તેની કોતરણી વખણાતી. ભીમગૂડા ટપ્પામાં ભીમગૂડા પાસે રણ હતું, તેમાં સરતાનજી દાદાની દેરી હતી. ફરતો ગઢ હતો. સમથેરવાના ઊનના ધાબળા વખણાતા. 
નોંધ: આઝાદી પહેલા રાજના સમયમાં ભણાવવામાં આવતી બીજા ધોરણની ભૂગોળમાંથી આ બધી માહિતી લીધેલ છે, જેના લેખક જમાલમિયાં અને મેસાણીયા અહમદ હાજી હતા.-નઝરૂદીન બાદી.

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

   

Content Copying Forbidden !!

error: Content is protected !!