વાંકાનેર તાલુકાના રાતીદેવરી બેઠકના જિલ્લા પંચાયતના સદસ્ય અને મોરબી જિલ્લા પંચાયતના કારોબારી તથા શિક્ષણ સમિતિના સભ્ય ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયાએ પંચાસીયા ગામે નવા પશુદવાખાનાની દરખાસ્ત કરવા રજુઆત કરી છે…


જીલ્લા પશુપાલન અધિકારીશ્રીને લેખીતમાં રજુઆત કરી છે કે વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામે નવા પશુદવાખાની દરખાસ્ત કરવા અગાઉ લેખિત તથા મૌખિક રજુઆત કરેલ છે તેમ છતાં ઉપરોક્ત વિષયે કોઈ કાર્યવાહી થઇ હોય તેવું જણાતું નથી…


પંચાસીયા ગામની આજુબાજુમા રાણેકપર, વાંકિયા, રાતીદેવરી, વઘાસીયા જેવા મોટા ગામો આવેલ હોય આ દરેક ગામમાં પશુપાલકો અને પશુઓની સંખ્યા વધુ હોય નવા પશુદવાખાની દરખાસ્ત કરી મંજુર કરવા યોગ્ય કરવા રજુઆત કરી છે….
