પંચાસિયામાં પીએચસી બનાવો: ઝહીરઅબ્બાસ
જિલ્લા પંચાયતના સભ્ય અને શાસક પક્ષના નેતાની માંગ
ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ
તીથવા પીએચસી આ વિસ્તારના ગામોથી ખૂબ દૂર આવેલ છે
વાંકાનેર: વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી ડેમ સુધીનો રસ્તો સાંકડો હોવાથી ત્યાં અવારનવાર અકસ્માત સર્જતા હોય છે અને ટ્રાફિકજામની સમસ્યા ઊભી થતી હોય છે, ત્યારે સ્ટેટ હાઇવે નંબર ૧૨૦ અમરસરથી મિતાણા રોડને પહોળો કરવા માટે થઈને મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતાએ મોરબી જિલ્લાના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા ઝબ્બીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયા દ્વારા મોરબી જિલ્લાના માર્ગ મકાન વિભાગના સ્ટેટના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે; જેમાં તેમણે જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકામાં આવતા સ્ટેટ હાઇવે નંબર ૧૨૦ અમરસરથી મીતાણા રોડ ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પહોળાઈ હોવાના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમરસરથી વાલાસણ સુધી ૫.૫૦ મીટરની પહોળાઈ, વાલાસણથી ડેમ સુધી ૪ કિલોમીટર સુધી ૩.૭૫ મીટરની પહોળાઈ અને ડેમથી મીતાણા સુધી ૭ મીટરની પહોળાઈ છે. આમ એક જ રસ્તા ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પહોળાઈ હોવાના કારણે વાહન ચાલકોને અવારનવાર અકસ્માત અને ટ્રાફિકજામ સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. જેથી કરીને વાલાસણથી ડેમ સુધી ચાર કિલોમીટરનો જે રસ્તો સાંકડો છે, તે રસ્તાને પહોળાઈ વધારવામાં આવે તેના માટે થઈને રજૂઆત કરવામાં આવી છે. આ રસ્તો સાંકડો હોવાના કારણે જે અકસ્માતો થાય છે, તેના નિવારણ માટે થઈને વહેલામાં વહેલી તકે આ કામગીરી કરવામાં આવે; તેવી મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા ઝબ્બીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયાએ રજૂઆત કરેલ છે.
ઉપરાંત મોરબી જિલ્લા પંચાયતની રાતીદેવળી સીટના સભ્ય અને મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા ઝહીરઅબ્બાસ શેરસિયાએ તેમના મત ક્ષેત્રના પંચાસિયા ગામ ખાતે પીએસસી બનાવવાની માંગણી કરી હતી. જે તે સમયે વસ્તીને ધ્યાનમાં લઈને તાલુકામાં 8 પીએચસી હોવાથી નામંજૂર કરવામાં આવ્યું હતું. તેઓએ ફરી પાછું વર્તમાન વસ્તીને ધ્યાનમાં લઈને પીએચસી શરૂ કરવાની માંગ કરી છે.
ઉપરોક્ત ઝહીરઅબ્બાસ શેરસિયાની માંગને અનુસંધાને વાંકાનેરાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ ગુજરાત રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલને આ વિસ્તારમાં પીએસસીની ખાસ જરૂરિયાત હોય જેથી વર્તમાન વસ્તીને ધ્યાનમાં લઈને પંચાસિયા ગામ ખાતે પીએચસી મંજૂર કરવાની ભલામણ કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારના પંચાસીયા, રાણેકપર, વઘાસિયા, પંચાસર, વાંકીયા અને રાતીદેવળીની ગામનો સમાવેશ તિથવા પીએચસીમાં કરવામાં આવેલ છે. જે પીએચસી આ ગામોથી ખૂબ દૂર આવેલ છે; તેમજ આ ગામોમાં કોઈ સરકારી દવાખાનું ન હોવાથી આ ગામના લોકો સરકારી ડોકટરની તબીબી સેવાથી વંચિત રહે છે. જો પંચાસીયા ગામે પીએચસી બને તો આ વિસ્તારના નાના અને ગ્રામ્ય માણસોને પણ તબીબી સેવા મળી રહે, એ માટે પંચાસીયા ખાતે પીએસસીની ખાસ જરૂરિયાત છે. જેમને સમજીને આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય ઝહીરઅબ્બાસ શેરસિયાએ આ માંગણી કરી છે. તેઓ ખૂબ આશાવાદ છે કે પંચાસીયામાં પીએચસીની મંજૂરી મળશે જ અને જેમનો આ વિસ્તારના ગ્રામ્ય લોકોને લાભ મળશે.
સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ