વાંકાનેર: (કુરેશી ઈન્ફોટેક દ્વારા) સમગ્ર મોરબી જિલ્લામાંથી જનરલ કેટેગરીની કુલ-૪ જગ્યામાંથી બ્રિલીયન્ટ પ્રાથમિક વિદ્યાલય – તીથવાનો વિદ્યાર્થી ધો.- ૯ માટે
લેવાતી જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા પાસ કરીને તેમના માતા-પિતા તેમજ તીથવા ગામનું ગૌરવ વધારેલ છે. આજે બહાર
પડેલ રિઝલ્ટમાં આ વિદ્યાર્થીનું સિલેકશન થયેલ છે.
:- વર્ષ 2023/24 માં આ શાળામાંથી ધો.૬ ની જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષા વાઘેલા પ્રાર્થના ગીરીશભાઈએ પણ પાસ કરી છે.
:- આમ આ વર્ષ તીથવા ગામમાંથી બે વિદ્યાર્થી જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં પાસ થયેલ છે
વિદ્યાર્થીનું નામ : રબ્બાની વકાલીયા, પિતા : જાહિદભાઈ, માતા : હસીનાબેન રહેવાશી : તીથવા. તેમના મો. 9723254530 ઉપર તેમને અભિનંદન મળી રહ્યા છે…