વાંકાનેર: જશ્ને ઈદે મીલાદુન્નબીના મૌકા પર આગામી નવ તારીખ સોમવારે ઈશાની નમાઝ બાદ શાનદાર તકરીરનો પ્રોગ્રામ તાલુકાના ખીજડીયારાજ મુકામે તવાફ મસાલા, ઘીયાવડ રોડ ખાતે સુન્ની મુસ્લીમ જમાત અને નિસ્બતે રસુલ કમીટી (ખીજડીયા રાજ) તરફથી આયોજન કરવામાં આવ્યું છે, આ પ્રોગ્રામમાં ખતીબે આઝમે હિન્દુસ્તાન શહનશાહે ખીતાબત નાસીરે મસ્લકે આલા હઝરત ખલીફા એ હુઝુર તાજુશરીઆ હઝરત અલ્લામા વ મૌલાના મુફતી હમ્માદ રઝા કાદરી મુરાદાબાદી (મુરાદાબાદ, યુપી) તકરીર ફરમાવશે તો હાજરી આપી સવાબે દારૈન હાસીલ કરવાની ગુજારીશ કરવામાં આવી છે…

તીલાવતે કુર્આન મૌલાના કારી અમીન સાહેબ (ખીજડીયા રાજ) અને નાત ખ્વા/એલાઉન્સર હાફીઝ સમીર અશરફી (પેશ ઇમામ ખીજડીયા રાજ) તથા મૌલાના ઇરફાન સાહબ મૌલાના તથા ફેઝમોહંમદ સાહેબ મોઅઝીન સાહેબ (જુમ્મા મસ્જિદ મદ્રેસા મુદરીસ) નો પ્રોગ્રામ છે…

ખુશુસી મહેમાન તરીકે (1) દારૂલ ઉલુમ હકકાનીયા નાઝીમે આલા (ખીજડીયા રાજ) (2) દારૂલ ઉલુમ મોઇનુદીન ચીશ્તી નાઝીમે આલા (વીડી ભોજપરા) (3) દારૂલ ઉલુમ ગૌષે સમદાની નાઝીમે આલા (પીપળીયા રાજ) (4) દારૂલ ઉલુમ રઝવીય્યાહ નુરિય્યાર નાઝીમે આલા (વાલાસણ) (5) જામીઆ ખતિજતુતાહેરા લિલબનાત નાઝીમે આલા (પ્રતાપગઢ) (6) જામીઆ ફાતેમાતુઝઝહરા લિલબનાત નાઝીમે આલા (પાંચદ્રારકા) (7) દારૂલ ઉલુમ યતીમીય્યાહ નાઝીમે આલા (પલાસડી) રહેશે…
આ પ્રોગ્રામ 2 ST Islamic Channel ઉપર લાઇવ કરવામાં આવશે. વધુ જાણકારી માટે કોન્ટેક નંબર : ૯૯૭૮૬ ૮૭૪૮૬/૯૬૨૪૧ ૮૩૬૩૮
