વાંકાનેર શહેર નજીક આવેલા મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા ખાનકાહ-એ-ઇન્તેખાબ આલમ બાવા દરગાહ ખાતે ગઈ કાલે સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ધ્વજવંદન કાર્યક્રમ બાદ દરગાહ કેમ્પસમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો…
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનો 250 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો, જ્યારે બ્લડ ડોનેશન કેમ્પમાં કુલ 170 બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ તકે હઝરત પીર સૈયદ મોહમ્મદ ફાઝીલશાહ બાવાના હસ્તે તમામ દર્દીઓને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી. આ કેમ્પમાં લાભ લેનાર તમામ દર્દીઓને આગળની સારવાર સત્યમ્ હોસ્પિટલ દ્વારા રાહતદરે કરી આપવામાં આવશે, જ્યારે ગાયનેક વિભાગમાં માં હોસ્પિટલ દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓને સોનોગ્રાફી ફ્રીમાં કરી આપવામાં આવશે….