કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

આઇજી અશોકકુમાર યાદવ દ્વારા જનસંપર્ક સભા

વાંકાનેર: વ્યાજખોરીના દુષણ વિરુદ્ધ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે ખાસ હાજરી આપી હતી. તેઓએ નગરજનોને ગેરકાયદેસર વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસને સહયોગ આપવા તથા તેની સામે અવાજ ઉઠાવી જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ જનસંપર્ક સભામાં નાગરિકોને વિવિધ સરકારી બેંકો, સહકારી સંસ્થાઓ તેમજ નિયમાનુસાર નાણા ધિરધાર કરતી સંસ્થાઓ તરફથી નાણાંની જરૂરિયાત સમયે લાભ આપતી વિવિધ સરકારી યોજનાઓ તેમજ અલગ અલગ પ્રકારની લોન વિશે માહિતી

આપી નાણાંની જરૂરિયાત સામે તેનો જ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. આ સાથે જ આ તકે વાંકાનેર વિસ્તારમાં નિયમાનુસાર લોન મેળવનાર કુલ 38 લાભાર્થીઓને રૂ. 7.25 કરોડની લોનના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે રાજકોટ રેન્જ

આઇજી અશોકકુમાર યાદવ દ્વારા તમામ નાગરિકોને ગેરકાયદેસર નાણા ધિરધાર પ્રવૃત્તિને અટકાવવા આહવાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી સમીર સારડા તથા પી. એ. ઝાલા, વાંકાનેર પોલિસ સ્ટાફ તેમજ વિવિધ પ્રકારની લોન આપતી સરકાર તથા ખાનગી/સહકારી બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!