કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

મશ્કરી મશ્કરીમાં ધક્કો અને છત ઉપરથી હેઠો

મજુર માણસ સારવારમાં

વાંકાનેરના ઢુવા નજીક આવેલ સિરામિક કારખાનામાં મશ્કરી દરમિયાન છત ઉપરથી ધક્કો મારતા નીચે પડી જવાથી

ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના ઢુવા પાસે આવેલ વરમોરા સીરામીકમાં રહેતા અને ત્યાં મજુરી કામ કરતા ધીરજ યાદવ (૨૨) નામનો યુવાન કારખાનામાં હતો ત્યારે ત્યાં મશ્કરી કરતા સમયે છત ઉપરથી તેને ધક્કો મારતા તે નીચે પડી ગયો હતો જેથી કરીને ઇજા પામેલા ધીરજ યાદવને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા

અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

Content Copying Forbidden !!

error: Content is protected !!