ચાંદીપુરા રોગના ફેલાવા બાબતે લેવાની કાળજીની સમજ અપાઈ
વાંકાનેર: પ્રા.આ.કે. સિંધાવદરના કુલ ફિલ્ડ સ્ટાફ 6 MPHW ભાઈઓ, 6 FHW બહેનો, 6 CHO અને 26 આશા બહેનો મળીને 44 પેરમેડીકલ સ્ટાફ દ્વારા તાલુકા હેલ્થ ઓફિસર ડો. આરીફ શેરસિયા તથા તાલુકા હેલ્થ સુપરવાઈઝર વલીભાઈ માથકીયાની સૂચનાથી
ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય અને વાહકજન્ય રોગચાળો અટકાવવા સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંધાવદર ના મેડિકલ ઓફિસર ભાવિકા ચંદારાણા અને સુપરવાઇઝર એચ.એમ.મકવાણાના માર્ગદર્શન હેઠળ ટીમ
બનાવી ઘરે ઘરે જઈ તાવના કેસ શોધી સારવાર આપવી, મચ્છરના પોરા (લાર્વા) નાશક દવા નાખવી, નકામા પાણીના પત્રોનો નિકાલ, પત્રિકા વિતરણ, પાણીના ખાડા ખાબોચિયામાં બળેલું ઓઇલ અને BTI દવાઓનો છટકાવ કર્યો છે.
હાલમાં બાળકોમાં જોવા મળતો ચાંદીપુરા વાયરસજન્ય રોગના ફેલાવા બાબતે લેવાની કાળજી, ગામમાં જંતુનાશક ડસ્ટીંગ કામગીરી, તેમજ ગ્રામજનોને આ રોગ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત પાણીજન્ય રોગચાળો ન ફેલાય તેના માટે ક્લોરિનેશન ટેસ્ટિંગ કામગીરી કરવામાં આવી રહી છે. પાણીમાં નાખવાની ક્લોરિન ગોળીનું ઘરે ઘરે વિતરણ, પાણીને ઉકાળીને પીવું , કંઈ ઇમરજન્સીમાં તત્કાલ ક્યાં દાખલ થવું વગેરે બાબતો અંગેની આરોગ્ય શિક્ષણ આપીને ચોમાસામાં ફેલાતા રોગચાળા અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે.