બન્ને પક્ષે સામસામી ફરિયાદ
નાની એવી બાબતે મોટું રૂપ ધારણ કર્યું
વાંકાનેર : શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક મીરાનગર, ચંદ્રપુર વિસ્તારમાં શેરીમાંથી ફુલસ્પીડે બાઈક લઈને નીકળેલા સગીરને બાઈક ધીમું ચલાવવાનું કહી પાડોશીએ લાફો મારી દેતા સગીરે ઘેર જઈ બનાવ અંગે માતાને જાણ કરતા નાની એવી બાબતે મોટું રૂપ ધારણ કર્યું હતું અને બન્ને પરિવારના લોકો સામસામે આવી જતા દે ધનાધન મારામારી થતા બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના માર્કેટિંગ યાર્ડ નજીક મીરાનગર, ચંદ્રપુર વિસ્તારમાં રહેતા ઇકબાલભાઇ અલ્લારખાભાઇ નારેજાનો પુત્ર અમન શેરીમાં બાઈક લઈને નીકળતા પાડોશી એવા હમીદભાઈ ઉર્ફે ભુરાભાઇ બ્લોચે બાઈક ધીમું ચલાવવાનું કહી લાફો મારતા અમને ઘેર આવી તેમના માતાને બનાવ અંગે જાણ કરતા
ઇકબાલભાઇ પત્ની જેનુબેન બનાવ બાબતે પોતાના પુત્રને નહીં મારવા આરોપી હમીદભાઈ ઉર્ફે ભુરાભાઇ બ્લોચને સમજાવવા જતા આરોપી હમીદભાઈ ઉર્ફે ભુરાભાઇ બ્લોચ ઉશ્કેરાઈ ગયા હતા અને ઝઘડો કરી જેનુબેનને પણ માર મારતા
ફરિયાદી ઇકબાલભાઇ નરેજા વચ્ચે પડતા આરોપીએ તેમને પણ માર મારી નાકમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું. આ બનાવ અંગે ઈક્બાલભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી હમીદભાઈ ઉર્ફે ભુરાભાઇ બ્લોચ અને તેમના મોટાપપુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.