કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

રાજાવડલા વીજચોરી: ત્રણ કરોડથી વધુનો દંડ

મીટરમાં લોહચુંબક લગાવી વીજચોરી કરતા 3 કારખાનેદાર ઝપટે ચડ્યા

વાંકાનેર: શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વીજ ચોરી કરી તંત્રને ચૂનો ચોપડતા તત્વો પર ઘોંસ બોલાવતા પીજીવીસીએલ તંત્રે આકરા તેવર બતાવ્યા છે. વીજ ચોરી કરતા તત્વોને જેર કરવા જીયુવીએનએલના એડિશનલ જીપી પાંડિયન તથા સુપ્રિ. એન્જીનીયર મોદીના માર્ગદર્શન હેઠળ વિજિલન્સ અધિકારીઓએ પોલીસ સ્ટાફ સાથે રાજાવડલા ગામે વીજ ચેકીંગ હાથ ધાર્યું હતું અને ત્રણ કારખાનામાં હેવી મેગ્નેટ વાપરીને જંગી ચોરી થઇ રહી હોવાનું માલૂમ પડતા ત્રણ કરોડથી વધુનો દંડ ફટકાર્યો હતો.


રાજાવડલામાં આવેલ રાજા ઇન્ડસ્ટ્રીઝ, રાજા કેટલ ફીડ તથા તસ્કીન એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં વિજિલન્સ ટીમ ત્રાટકી હતી અને મીટરમાં હેવી મેગ્નેટ લગાવી થતી વીજ ચોરી રંગે હાથ ઝડપી લીધી હતી. તેમજ આ ત્રણેય કારખાનામાં મિટર તથા ટી.સી. ઉતારી લેવામાં આવ્યા હતા.


તસ્કીન એન્ટરપ્રાઇઝના માલિક કડીવાર મકબૂલ અલાઉદીનને 93,85,251 નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમ જ રાજા કેટલ ફીડ (માલિક કડીવાર અલાઉદીન હસન) ને 1,06,45,308 અને રાજા ઈંડસ્ટ્રીઝ (કડીવાર મકબૂલ અલાઉદીન) ને 1,15,44,400 નું બિલ ફટકારવામાં આવ્યું છે.


જે રકમ કુલ મળીને 3,15,74,959 થવા જાય છે. રાજા કેટલ ફીડ અને તસ્કીન એન્ટરપ્રાઇઝમાંથી ભૂતકાળમાં પણ વીજચોરી ઝડપાઇ હતી. જયારે રાજા ઈંડસ્ટ્રીઝ કંપનીમાં પ્રથમ વખત ઝડપાઇ હોવાથી તેની પાસેથી 15.84 લાખનો કમ્પાઉન્ડિંગ ચાર્જ પણ વસુલવામાં આવશે. ત્રણેય કારખાનાના માલિક સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા

Content Copying Forbidden !!

error: Content is protected !!