કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

કોળી સમાજનાં આગેવાનો વચ્ચે સમાધાન

નવઘણભાઈ મેઘાણી ઉપર થયેલા આક્ષેપો પરત ખેંચી લીધા

કાળાસર જગ્યાના કોળી સમાજનાં મહંત વાલજી ભગત બાપુની દરમ્યાનગીરી

વાંકાનેર કોળી સમાજના પીઢ આગેવાન નવઘણભાઈ મેઘાણી ઉપર થયેલા ખોટા આક્ષેપો પરત ખેંચાયા બાદ કાળાસર જગ્યાનાં કોળી સમાજનાં મહંત વાલજી ભગત બાપુ દ્વારા અને બહોળી સંખ્યામાં કોળી સમાજનાં આગેવાનો વચ્ચે સમાધાન કરાવેલ છે. આ મતિંગમાં કોળી સમાજના ત્રીસેક ગામના મોટા મોટા આગેવાનો હાજર રહ્યા હતા.

સત્યમ હોસ્પિટલમાં કાલે ફૂલ બોડી ચૅકઅપ રૂ. 300 માં


હાલમાં મળી રહેલ માહિતી મુજબ વાંકાનેર કોળી સમાજનાં પીઢ આગેવાન નવઘણભાઈ મેઘાણી બીમાર હોવા છતાં, અજાણતાં જે ખોટા આક્ષેપો થયાં હતાં તે પરત ખેંચાયા બાદ આ વાત કોળી સમાજનાં મહંત વાલજી ભગત બાપુના ધ્યાને આવી હતી,

જેથી ગઈ કાલે વાંકાનેર તાલુકાનાં કોળી સમાજનાં આગેવાનોને કાળાસર ગામે બોલાવવામાં આવ્યા હતા, અને કોળી સમાજનાં મહંત દ્વારા નવઘણભાઈ મેઘાણી, કરશનભાઈ લુંભાણી, જસુભાઇ ગોહેલ, નાથાલાઈ ગોરીયાને એક બીજાને હાર અને સાલ ઓઢાડી મો મીઠા કરાવવામાં આવ્યા હતા.


ત્યારે બાપુએ ટકોર કરી હતી કે, સમાજમાં સહુ સાથે મળી કામ કરવું જોઈએ અને બહોળી સંખ્યામાં કોળી સમાજ પથરાયેલ છે, ત્યારે કોળી સમાજનાં આગેવાનો ઉપર કોઈ અન્યાય કરવામાં આવશે તો ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. રાજકારણ કરવાની સૌને છૂટ છે, પણ અંદરોઅંદરના વિખવાદોથી- આક્ષેપો કરવાથી દૂર રહી સંપથી કામ કરવાની શીખ આપી હતી. મીઠા મોઢા કરી સૌ છૂટા પડ્યા હતા.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!