હાઇવેથી રાજકોટ જવા માટેના એક માત્ર આ અગત્યના રોડને તાકીદે નવો બનાવવા માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેનની રજૂઆત
વાંકાનેર: લાંબા સમયથી મગરમચ્છની પીઠ સમાન બનેલ તથા અનેક અકસ્માતો માટે જવાબદાર રહેલ વાંકાનેર શહેરના પતાળીયા પુલ (રાજકોટ રોડ) થી વિવેકાનંદ સ્ટેચ્યુ (દોશી કોલેજ) સુધીના રોડને નવા બનાવવા બાબતે વાંકાનેર પ્રાંત અધિકારીશ્રીને વાંકાનેર યાર્ડના પુર્વ ચેરમેન તથા કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે…
આ બાબતે તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, વાંકાનેરના પતાળીયા પુલ (રાજકોટ રોડ) થી વિવેકાનંદ સ્ટેચ્યુ (દોશી કોલેજ) સુધીનો રોડ પાછલા લાંબા સમયથી અત્યંત બિસ્માર હાલતમાં છે. સમગ્ર રોડ પરથી ડામર ઉખડી જવાથી રોડ પર અનેક ખાડા પડી ગયા છે, જેમાં વાંકાનેર શહેરને કોલેજ, બસ સ્ટેશન, આંખની હોસ્પિટલ, સ્વામીનારાયણ મંદીર, કોર્ટ અને પ્રાંત કચેરી સહિતની અગત્યની જગ્યાઓ સાથે જોડતો રાજકોટ તરફ જવાનો આ રોડ હાલ ચાલવા લાયક રહ્યો નથી, જેના કારણે વાંકાનેરના નાગરિકો ભારે તકલીફ ભોગવી રહ્યા છે. આ સાથે જ દરરોજ પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ આ રોડનો ઉપયોગ કરતા હોય જેથી તેઓ પણ રોડની સ્થિતિથી વાકેફ હોય જેથી બાબતે તાત્કાલિક આ રોડ બનાવવા માંગણી કરવામાં આવી છે….