મંદિરના 100 વર્ષ પૂરા થયા
ટંકારા પંથકમાં દરેક ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા હડમતીયા (પાલનપીર) ગામે આસ્થા પ્રતિક સમાન રામજી મંદિરની સ્થાપનાને 100 વર્ષ પૂરા થતા પૂન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. તા.2/2ને રવિવાર તથા તા.3/2ને સોમવારના રોજ આ મહોત્સવ પ્રસંગે આખા ગામને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું હતું અને ધજા-પતાકા રંગોળીથી ગામમાંં તહેવાર જેવું વાતાવરણ હતું પૂજા-અર્ચના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું…
આ પ્રસંગે શોભાયાત્રાનું શાનદાર આયોજન થયેલ અને સંસ્થાબંધ લોકો આ શોભા યાત્રામાં જોડાયા હતાં. આ પ્રસંગે નોકરી ધંધા અર્થે બહાર ગામ રહેતા સંખ્યાબંધ ગ્રામજનો ગામમાં ઉમટી પડયા હતાં. 100 વર્ષ પહેલા આ રામજી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી…
ત્યારે મોરબી ઠાકોર સાહેબે 600 રૂ।.નું અનુદાન આપેલ તેમ ગામના અગ્રણી દિનેશભાઈ રાણસરીયાએ જણાવ્યું હતું. આ તકે તા.3/2ને સોમવારના રોજ સાંજે ધુમાડાબંધ ગામને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું .આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા ગામના યુવાનો તન,મન,ધનથી સેવા આપી ગામની એકતાના દર્શન કરાવ્યા હતા…