વાંકાનેર: સમસ્ત વઘાસીયા ગામ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ૨૦૧૬ થી આયોજન કરવામાં આવી રહ્યું છે, છેલ્લે કોરોના કાળથી બંધ હતું, તે પછી ચાલુ વર્ષ ૨૦૨૫ માં કરેલ આયોજનમાં ૩૨ ટીમોએ ભાગ લીધો હતો, ટુર્નામેન્ટ તા. ૨૨/૦૩/૨૦૨૫ થી ૩૧/૦૩/૨૦૨૫ ચાલી હતી…
ગઈ કાલે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025 નો ફાઇનલ મેચ લાલ ઈલેવન અને બ્લુ સ્ટાર ઈલેવન વચ્ચે ખેલાયો હતો, જેમાં લાલ ઈલેવન ટીમે ત્રણ વિકેટના ભોગે ૧૯૧ રન બનાવ્યા હતા, જેની સામે બ્લુ સ્ટાર ઈલેવન નવ વિકેટના ભોગે ૧૩૧ રન બનાવી શકી હતી, આમ લાલ ઈલેવન ટીમનો ૬૦ રને વિજય થયો હતો, રમતના અંતે શિલ્ડ વિતરણ કરવામાં આવ્યું હતું, ખેલ રસિયાઓએ ક્રિકેટ ટુર્નામેન્ટની ઉત્સાહભેર મેચો નિહાળી હતી. આ આયોજન વાંકાનેર તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાના માર્ગદર્શનમાં કરવામાં આવેલ હતું….