કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

કમોસમી વરસાદથી થયેલ પાકનાં નુકશાની અંગે

સર્વે ટીમની રચના કરાઈ

ડીજીટલ સર્વે કૃષિ પ્રગતિ એપમાં પણ કરવાનો થાય છે

વાંકાનેર: તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી થયેલ ખેતી/બાગાયતી પાકનાં નુકશાની અંગે સર્વે ટીમની રચના જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કરેલ છે, સર્વે દિવસ- 7 માં પૂરો કરવાનો છે, આપના ગામ અંગે છેલ્લે આપેલ પત્રક મુજબ છે…

વંચાણે લીધા:-(૧) સરકારશ્રી ના મહેસુલ વિભાગ, સચિવાલય-ગાંધીનગર ના ઠરાવ નં સીએલએસ/૧૦૨૦૧૨/૨૫૩/સ.૩ તા. ૨૭/૦૪/૨૦૧૫
(૨) સરકારશ્રી ના મહેસુલ વિભાગ, સચિવાલય – ગાંધીનગર ના ઠરાવ નં સીએલએસ/૧૦૨૦૧૨/૨૫૩/સ.૩ તા. ૧૦/૧૦/૨૦૨૩
(૩) વિવિધ ગ્રામ પંચાયત, સરપંચશ્રીઓ, સ્થાનિક આગેવાન વિગેરે દ્વારા તરફથી મળેલ નુકસાની અંગેની રજૂઆતો
(૪) કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સુધારા ઠરાવ ક્રમાંક: ACD/MIS/e-file/२/२०२४/४३८८/K7, તા:-23/09/2025-::દફતરી હુકમ::-
વંચાણે લીધેલ પત્ર-૧ અને ૨ ના ઠરાવ મુજબ જિલ્લામાં કુદરતી આપત્તિઓના ભાગ રૂપે ખેતીપાકોમાં પાક નુકશાન માટે ચુકવવા પાત્ર સહાયના ધોરણો નિયત થયેલ છે. વંચાણે લીધા પત્ર-૩ થી પાક નુકસાન અંગે રજૂઆત મળેલ છે. વંચાણે લીધેલ પત્ર-૪ થી પાક નુકસાન સર્વે અંગેની કામગીરી માટે સુધારો ઠરાવ કરવામાં આવેલ છે.
વંચાણે લીધેલ પત્ર-૩ થી હળવદ, માળિયા, મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકાનાં ગામોમાં ઓકટબર-૨૦૨૫ માસના અંતમાં થયેલા કમોસમી વરસાદથી ખેતી/બાગાયત પાકોમાં પાક નુકશાની અંગે રજૂઆત મુજબ અસરગ્રસ્ત ગામોમાં સર્વેની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સર્વે ટીમની રચના કરવાની થાય છે. જેના માટે આ સાથે સામેલ પરિશિષ્ટ -૧ ના કૉલમ નંબર ૩ માં દર્શાવેલ ગામોનો સર્વેની કામગીરી માટે પરિશિષ્ટ -૧ ના કૉલમ નંબર ૪ મુજબના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓની ટીમના સભ્ય તરીકે આથી નિમંણુક આપવામાં આવે છે.
ઉપરોક્ત કામગીરી ખુબજ અગત્યની હોઈ આપને ફાળવેલ ગામોની પાક નુકશાનના સર્વે ની કામગીરી શરૂ કરવા આથી હુકમ કરવામાં આવે છે. આ સર્વે સંપુર્ણ ચોકસાઈ પુર્વક તેમજ સાચો કરવાનો રહેશે. તેમજ સર્વે ટીમ માટે જે તે ગામના સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી તથા ગ્રામ પંચાયતનાં કોઈપણ એક સદસ્યશ્રીનાં સંકલનમાં રહી જે તે ગામના સર્વેની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવાની રહેશે.
આ હુકમ તળેના સહ નોડલ અને નોડલ અધિકારીશ્રીએ તાલુકાની ફાળવેલ તમામ સર્વે ટીમોનું મોનિટરિંગ, સંકલન અને રીપોર્ટિંગ કરવાનું રહેશે, ઉપરાંત સર્વે દરમિયાન સર્વે ટીમોને તાંત્રિક બાબતે કોઈ પ્રશ્નો ઉદભવે તો તે અંગેનું માર્ગદર્શન આપવાનું રહેશે.
વધુમાં વંચાણેલીધા પત્ર-૪ નાં ઠરાવની જોગવાઈ અનુસાર, ડીજીટલ સર્વે કૃષિ પ્રગતિ એપમાં પણ કરવાનો થાય છે. જે માટે તાત્કાલિક ગામ વાઈઝ સર્વેયર નક્કી કરી સર્વેની ઓનલાઈન કામગીરી કરવાની રહેશે. તા-૨૯/૧૦/૨૦૨૫ ની ખેતી નિયામકશ્રી કચેરીની વી.સી.માં મળેલ સૂચના મુજબ સર્વે ઓનલાઈન (સર્વેયર મારફત) અને ઓફલાઈન (ગ્રામસેવકની ટીમ) દ્વારા કરવાનો રહેશે.
સર્વે કરેલ વિસ્તારનો દૈનિક રિપોર્ટ જીલ્લા કક્ષાએ દરરોજનું રિપોર્ટિંગ નોડલ અધિકારી પાસેથી સાંજે ૪:૦૦ કલાકે હિતેશ ડી. વાળા, ગ્રામ સેવક, મો.૯૯૨૫૮૦૧૦૫૮ તેમજ ડો. એચ. ડી. ઝીંઝુવાડીયા, ખેતી અધિકારી, મોરબી મો. ૯૭૨૬૫૯૭૦૪૨ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી મોરબી એ સમગ્ર તાલુકા માંથી સમયસર રિપોર્ટ મેળવી વડી કચેરીને રિપોર્ટ કરવાનો રહેશે તેમજ સર્વેની કામગીરી દિન-૭ માં પૂર્ણ કરવાની રહેશે.

Content Copying Forbidden !!

error: Content is protected !!