જયોત્સનાબેનની નાદુરસ્ત તબીયત હોઈ રામધામના ટ્રસ્ટીઓ, પાલિકાના પૂર્વ પ્રમુખો, વેપારીઓ અને લોહાણા મહાજનના હોદ્દેદારોની ઉપસ્થિતિ
જીનપરા ચોક ગરબી મંડળ તથા આયોજકો તથા ગરબી મંડળના યુવા ખેલૈયા દ્વારા પણ જીનપરા ખાતેની હનુમાન ચાલીસાના સમુહ પાઠનું આયોજન
વાંકાનેરના ધારાસભ્ય અને રામધામના સ્વપ્નદ્દષ્ટા એવા જીતુભાઈ સોમાણીના પત્ની અને રઘુવંશી મહીલા અગ્રણી તેમજ પૂર્વ ધારાસભ્ય જયોત્સનાબેન સોમાણીની નાદુરસ્ત તબીયત હોઈ હાલ અમદાવાદ ખાતે સારવારમાં હોવાથી રામ કોમ્પલેક્ષ ખાતે રાત્રીના 9 થી 12 ની હનુમાન ચાલીસાના સમુહ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમુહ પાઠની સાથે સાથે જયોત્સનાબેનનું સ્વાસ્થ્ય ઝડપથી સારૂ થઈ જાય તેવી સમુહ પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આ તકે શ્રી રામધામના ટ્રસ્ટી ગીરીશભાઈ કાનાબાર, અશ્વિનભાઈ સેતા, વિનુભાઈ કટારીયા, અશ્વિનભાઈ જોબનપુત્રા, નિવૃત મામલતદાર લલીતભાઈ પુજારા, ગુલાબરાય સુબા, લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઈ મોદી, યુવક મંડળ પ્રમુખ ધર્મેશભાઈ ભીંડોરા, સોશ્યલ ગ્રુપ પ્રમુખ જીજ્ઞેશભાઈ મજીઠીયા તથા ત્રણેય સંસ્થાના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, પાલીકાના પૂર્વ પ્રમુખો, જયશ્રીબેન સેજપાલ, રમેશભાઈ વોરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રેમજીભાઈ, કાઉન્સીલર બ્રીજરાજસિંહ ઝાલા, રાજભાઈ સોમાણી, મેરૂભાઈ સરૈયા, જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અશ્વિનભાઈ મેઘાણી, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ મઢવી, સદગુરૂ આશ્રમના અગ્રણી મહેશભાઈ રાજવીર સહીત મહીલા મંડળની બહેનો બહોળી સંખ્યામાં જોડાઈ હતી.
આજ રીતે જીનપરા ચોક ગરબી મંડળ તથા આયોજકો તથા ગરબી મંડળના યુવા ખેલૈયા દ્વારા પણ જીનપરા ખાતેની હનુમાન ચાલીસાના સમુહ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને પૂર્વ ધારાસભ્ય જયોત્સનાબેનનું સ્વાસ્થ્ય ઝડપથી સારૂ થાય તેવી સમુહ પ્રાર્થના કરાયેલ હતી. આ આયોજન જીજ્ઞેશભાઈ મજીઠીયા તથા ચેતનગીરી ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી રામ કોમ્પ્લેક્ષ ખાતે ગાયક કલાકાર મયુરધ્વજસિંહ ઝાલા સહીતના કલાકારોએ સેવા આપી હતી. આ સંગીતમય શ્રી હનુમાન ચાલીસાના પાઠ મોડી રાત્રી સુધી ચાલુ રહ્યા હતા.