ઐતિહાસિક જુના દરબારગઢ સાથે કસ્તુરબા સહિતના મહાનુભાવોના સંસ્મરણો વણાયેલા છે
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીના પ્રયાસોથી સણોસરામાં ઐતિહાસિક દરબારગઢનું રૂા. 2.77 કરોડના ખર્ચે રીનોવેશન આજથી શરૂ થવા પામેલ છે. આ કામગીરીનું ખાતમુહૂર્ત આજે કલેકટર પ્રભવ જોશીની ઉપસ્થિતિમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.

અહીં ઉલ્લેખનીય છે કે, સણોસરાનો આ ઐતિહાસિક જુનો દરબારગઢ સાથે કસ્તુરબા સહિતના મહાનુભાવોના સંસ્મરણો વણાયેલા છે. આ દરબારગઢના રીનોવેશન માટે આઠ વર્ષ પહેલા યોજના બનાવવામાં આવી હતી.

જે બાદ આ પ્રોજેકટની કામગીરી આગળ વધી શકી ન હતી. પરંતુ કલેકટર પ્રભવ જોશી આ પ્રોજેકટ હાથ પર લઇ આ અંગે ટેન્ડરીંગ પ્રક્રિયા કરી જુના દરબારગઢનું રીનોવેશન માટેની કામગીરી શરૂ કરાઇ છે.

આ અંગે આજે આ પ્રોજેકટનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કલેકટર પ્રભવ જોશી માલીયાસણમાં છ એકર જમીનમાં જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવી આ જમીન નેચર કેમ્પ માટે વિકસાવવા માટે ખાસ યોજના ઘડી કાઢી છે. આ માટે પણ કલેકટર પ્રભવ જોશીએ આજે માલીયાસણ પહોંચી રીવ્યુ મીટીંગ લીધી હતી.
