વાંકાનેર: પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ, સિંધાવદર, લોકશાળા અને જામસર શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાચાર નીચે મુજબ છે…..
(1) પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરિયા વિશ્વવિદ્યાલય વાંકાનેરે 26 જાન્યુઆરીના રોજ બી.કે. શૈલા દીદી અને બી.કે. સારિકા દીદીના
નેતૃત્વમાં તથા બ્રહ્માકુમારો અને બ્રહ્માકુમારીઓએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી.
(2) મોમીન સમાજના ધર્મગુરુ અને પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ (હઝરત બાલાપીર મોમીન બૈતૂલમાલ ટ્રસ્ટ – વાંકાનેર) ના ટ્રસ્ટી,
જનાબ સૈયદ શાઈર એહમદ કે. પીરઝાદાના હસ્તે શહીદ મંજુર હુસૈન પીરઝાદા (SMP) હાઈસ્કૂલ – સિંધાવદર (વાંકાનેર) ખાતે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.
(3) વાંકાનેર માર્કેટ યાર્ડના પુર્વ પ્રમુખ અને એડવોકેટ નોટરી શકીલ પીરઝાદાના હસ્તે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મોહંમદી લોકશાળા
હાઈસ્કૂલ – ચંદ્રપુર ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી.
(4) ૨૫ જાન્યુઆરી ના રોજ જામસર CRC ની પ્રાથમિક શાળાઓ દ્વારા ગ્રામલોકોમાં દેશભકિત ઉજાગર થાય તે માટે ગામની જાહેર જગ્યાઓ પર તેજસ્વી વિદ્યાર્થી સન્માન અને દેશભક્તિ ઉજાગર માટેના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે દેશભકિત ગીત, દેશને લગતા
નાટક, પિરામિડ, એકપાત્ર અભિનય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરી ગ્રામજનોમાં દેશભકિત ઉજાગર કરવામાં આવી જે અન્વયે જામસર સીઆરસી ચૌહાણ નરેન્દ્રસિંહ એસ દ્વારા દરેક શાળાના આચાર્યશ્રી/શિક્ષકો અને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ…