વાંકાનેર તાલુકાના ચાર રોડ અધૂરા
(૧) અમરસર-મીતાણા રોડથી પ્રતાપગઢ (૨) પાંચદ્વારકાથી અમરસર-મીતાણા (3) અરણીટીંબાથી પીપળીયારાજ અને (૪) માર્કેટિંગ યાર્ડથી રાજાવડલા રોડ
વાંકાનેર: ગત જિલ્લા પંચાયતની સાધારણ સભામાં વાંકાનેર તાલુકાના ચાર રોડના કામ સમય મર્યાદામાં પુરા નહીં કરતા બ્લેકલીસ્ટ કરવા દરખાસ્ત બાબતનો મુદ્દાનં.૬: થી ઠરાવ થયો છે વધુ વિગત નીચે મુજબછે….

વાંકાનેર તાલુકાના ૪ (ચાર) કામોની EMD ડીપોઝીટ (નિયમોનુસાર) ની રકમ જપ્ત કરી એજન્સી ને આ કામમાંથી છુટા કરી બાકી રહેલું કામ અન્ય એજન્સી પાસેથી કરાવવા તથા એજન્સીને બ્લેકલીસ્ટ કરવા દરખાસ્ત કરવા બાબત. (ઈજારદારશ્રી પાયોનીયર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રાજકોટ)
(૧) કન્સ્ટ્રકશન ઓફ એસ.એચ. (અમરસર થી મીતાણા) થી પ્રતાપગઢ એપ્રોચ રોડ (નોન પ્લાન) કી.મી. 0/00 થી ૨/૨૦
(૨) કન્સ્ટ્રકશન ઓફ પાંચદ્વારકાથી એસ.એચ. (અમરસર-મીતાણા) એપ્રોચ રોડ કી.મી. ૦/૦૦ થી ૧/૧०
(3) કન્સ્ટ્રકશન ઓફ અરણીટીંબા થી પીપળીયારાજ રોડ કી.મી. ૦/૦૦ થી ૪/૫૦૦
(૪) કન્સ્ટ્રકશન ઓફ એન.એચ. (માર્કેટિંગ યાર્ડ) થી રાજાવડલા રોડ કી.મી. ૦/૦૦ થી ૩/૧૦૦
કાર્યપાલક ઇજનેર શ્રી મા.મ.પંચાયત વિભાગ મોરબી હેઠળના (૧)કન્સ્ટ્રકશન ઓફ એસ.એચ. (અમરસર થી મીતાણા) થી પ્રતાપગઢ એપ્રોચ રોડ (નોન પ્લાન) કી.મી. ૦/૦૦ થી ૨/૨૦ (૨) કન્સ્ટ્રકશન ઓફ પાંચદ્રારકા થી એસ.એચ. (અમરસર-મીતાણા) એપ્રોચ રોડ કી.મી. 0/00 થી ૧/૧૦ (૩) કન્સ્ટ્રકશન ઓફ અરણીટીંબા થી પીપળીયારાજ રોડ કી.મી. ૦/૦૦ થી ૪/૫૦૦ (૪) કન્સ્ટ્રકશન ઓફ એન.એચ. (માર્કેટિંગ યાર્ડ) થી રાજાવડલા રોડ કી.મી. ૦/૦૦ થી ૩/૧૦૦ ના કામો સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ ન થતા શ્રી પાયોનીયર ઈન્ફાસ્ટ્રક્ચર, રાજકોટને સદરહુ કામ ૩૦ (ત્રીસ) દિવસમા કામ શરૂ ન કરે તો ઉપરોક્ત ચાર કામોમાં EMD ડીપોઝીટ (નિયમોનુસાર) ની રકમ જપ્ત કરી. એજન્સીને આ કામોમાંથી છુટા કરી બાકી રહેલું કામ અન્ય એજન્સી પાસેથી કરાવવા તથા એજન્સીને બ્લેકલીસ્ટ કરવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરવાનું આજની સામાન્ય સભામાં આજની સામાન્ય સભામાં સર્વાનુમતે ઠરાવવામાં આવે છે. આ ઠરાવની અમલવારી બાંધકામ શાખાએ કરવાની હોય છે….
