કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

રાજવી પરિવાર વચ્ચે મિલકતના વિખવાદનું સમાધાન !

લોકોમાં હર્ષની લાગણી

મોરબી: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA) નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ડી પી મહીડા તથા સચિવ ડી એ પારેખના માર્ગદર્શન હેઠળ

મોરબી જીલ્લા ન્યાયાલય તથા તાબા હેઠળ આવેલ વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા (મી.) ખાતે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર તાલુકાના રાજવી પરિવાર શ્રી રણજીતસિંહ તથા સ્વ. દિગ્વિજયસિંહ પ્રતાપસિંહ ઝાલાના વારસદારો વચ્ચે આશરે

૧૭ વર્ષ જુના સ્થાવર તથા જંગમ મિલકતના વિખવાદને લગતા દીવાની તકરારનો રાજવી પરિવારના સભ્યો વચ્ચે તેઓના વિદ્વાન વકીલના સહયોગથી સુખદ સમાધાન થતા રાજવી પરિવાર દ્વારા હર્ષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી, લોકોએ પણ આનંદ અનુભવ્યો છે,

હવે દિગ્વિજયનગર (પેડક) વિસ્તારના પ્રોપર્ટી કાર્ડ અંગેનો અંતરાય દૂર થશે. લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ત્રુંમેન્ટ એક્ટની કલમ ૧૩૮ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો,

મહેસુલ કેસો, ભરણપોષણના કેસો, એલ.એ. આર કેસો, હિંદુ લગ્નધારો, મજુર અદાલતના કેસો, ટ્રાફિક ઈ ચલણને લગતા પ્રી-લીટીગેશનના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાના, બેંકના વિગેરે વીજળી તથા પાણીના (ચોરી સિવાયના) કેસો સમાધાન માટે મુકવામાં આવ્યા હતાલોક અદાલતમાં પેન્ડીંગ કેસોમાંથી કુલ ૫૯૮૭ કેસો મુકવામાં આવ્યા હતા જેમાંથી ૩૨૫૬ કેસોનો સુખદ નિવેડો આવ્યો હતો અને આશરે ૧૦ કરોડના એવોર્ડ દોરવામાં આવેલ જીલ્લાના કુલ ૪૭૫૨ પ્રી-લીટીગેશનના કેસો મુકવામાં આવ્યા હતા જેમાંથી ૧૧૯૧ કેસોમાં સમાધાન થયું હતું અને આશરે ૧.14 કરોડના એવોર્ડ દોરવામાં આવેલ હતા તેમજ ઈ ચલણના કુલ ૮૬૧ કેસો પુરા થયા જેનાથી કુલ રકમ રૂપિયા આશરે ૫ લાખ જેટલી વસુલાત કરવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!