કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

જૂની પેન્શન યોજનાનો ઠરાવ થતા જિ. પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઉજવણી

વર્ષ ૨૦૦૫ પહેલાંના શિક્ષકો માટે જૂની પેન્શન યોજનાનો ઠરાવ થવા બદલ જિલ્લા પંચાયત ખાતે ફટાકડા ફૂટ્યા

વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા તા. ૦૮/૧૧/૨૦૨૪ ના રોજ ૨૦૦૫ પહેલાના શિક્ષકો અને અન્ય કર્મચારીઓ માટે “જૂની પેન્શન યોજના”નો ઠરાવ બહાર પાડવામાં આવેલ હતો. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ જિલ્લા કક્ષાએ ૨૦૦૫ પહેલાના શિક્ષકો માટે ગુજરાત સરકાર દ્વારા “જૂની પેન્શન યોજના”નો ઠરાવ થવા બદલ જિલ્લા કક્ષાએ આનંદની ઉજવણી કરવાની સૂચના મળેલ. આ સૂચના મુજબ તા. ૧૧/૧૧/૨૦૨૪, સોમવારના રોજ મોરબી જિલ્લા પંચાયત ખાતે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, વાંકાનેર, માળિયા, હળવદ, ટંકારા, મોરબી તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સંઘ, એચ.ટાટ. શિક્ષક સંઘ, નોપ્રુફ મોરબી જિલ્લા

સંગઠન દ્વારા મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડીને આનંદની ઉજવણી કરવામાં આવી હતી. આ આનંદની ઉજવણીમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિનેશભાઈ હુંબલ, મહામંત્રી શ્રી પ્રફુલભાઈ નાયકપરા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શ્રી વિરમભાઈ દેસાઈ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યાધ્યક્ષ નરેન્દ્રભાઈ શામજીભાઈ કાલરિયા, સિનિયર ઉપપ્રમુખ અજયભાઈ ડાંગર, જિલ્લા કાર્યાધ્યક્ષ દેવરાજભાઈ રબારી, મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી બાબુભાઈ હુંબલ, મહામંત્રી

શ્રી મુશ્તાકભાઈ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી ભગવાનજીભાઈ કુંભારવાડિયા, મહામંત્રી શ્રી વિશાલભાઈ ગોધાણી, એચ.ટાટ શિક્ષક સંઘના પ્રમુખ શ્રી વિનોદભાઈ ગોધાણી, મહામંત્રી શ્રી મુકેશભાઈ મારવાણિયા, એચ. ટાટ. આગેવાનશ્રી અશ્વિનભાઈ રાઠોડ, માળિયા તાલુકાના મહામંત્રી શ્રી હસુભાઈ વરસડા, હળવદ તાલુકાના મહામંત્રીશ્રી ચતુરભાઈ પાટડિયા, મોરબી શહેરના પ્રમુખ શ્રી દેવાયતભાઈ હેરભા, મહામંત્રી શ્રી ચમનભાઈ ડાભી, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી હિરેનભાઈ કુંડારિયા, મહામંત્રી શ્રી

રાજા કેટલ ફીડ - રાજાવડલા તરફથીકાનજીભાઈ રાઠોડ, ટંકારા તાલુકાના પ્રમુખશ્રી કલ્પેશભાઈ ફેફર, મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી વિજયભાઈ કાનગડ, વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી યુવરાજસિંહ વાળા, મહામંત્રી શ્રી નજરુદ્દીનભાઈ માથકિયા, સિનિયર કાર્યાધ્યક્ષશ્રી અબ્દુલરહીમ બાવરા, કોપ સદસ્ય નરેન્દ્ર મણિલાલ કાલરિયા, કોપ સદસ્ય અબ્દુલભાઈ શેરસિયા, સંઘ સદસ્ય નિઝામુદ્દીન શેરસિયા તથા મોરબી જિલ્લાના શિક્ષકોએ ભાગ લીધો હતો અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે.એસ.પ્રજાપતિ તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી નમ્રતા મેડમ મહેતાને મીઠાઈ ખવડાવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી દ્વારા જૂની પેન્શન યોજનાનો લાભ મેળવેલ શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ મોરબી જિલ્લાના શિક્ષકો દ્વારા મોરબી જિલ્લા પંચાયતના મેદાનમાં ફટાકડા ફોડીને આનંદની ઉજવણી કરવામાં હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!