વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ટીમને ઓર્ગેનાઇઝડ ક્રાઈમ આચરતી ચોર ટોળકીને પકડી પાડી અલગ-અલગ ચોરીનાં ગુનાઓ ટીટેકટ કરવા બદલ મોરબી કલેકટર દ્વારા આજરોજ સન્માનિત કરવામાં આવ્યા છે.
ઓર્ગેનાઇઝડ ક્રાઈમ આચરતી ટોળકીને પકડી ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. આ કામગીરી બદલ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એ.ભરગા, એ.એસ.આઈ. ચમનભાઈ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, પો.કોન્સ. સંજયસિંહ જાડેજાને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિતે મોરબી કલેકટર કે.બી. ઝવેરી, મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા ધારાસભ્ય ક્રાંતિભાઈ અમૃતિયા તેમજ અધિકારીઓની ઉપસ્થિતમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.