કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

પરિણામનું પોસ્ટમોર્ટમ: ભાજપ કેમ જીત્યું?

ભાજપનું માઈક્રો પ્લાનિંગ, કુવાડવા વિસ્તારમાંથી મળેલી લીડ, આપનું પરિબળ, વાંકાનેરના ગામડાઓના કોંગ્રેસના કમિટેડ મતદારોનું સરકવુ મુખ્ય કારણો

       વાંકાનેર ધારાસભા મત વિસ્તારને સારી રીતે સમજવા માટે કુલ છ વિભાગ પાડીએ. પહેલા વિભાગમાં વાંકાનેરના બે રસ્તા પૈકી એક વાંકાનેરથી થાન જતો અને બીજો વાંકાનેરથી મોરબી જતા હાઇવે વચ્ચે આવતા 31 ગામડા જેને લુણસર, માટેલ કે ચુવાળિયા પંથક તરીકે ઓળખવામાં આવે છે, તેની વાત કરીએ. આ પંથકમાં આવતા ગામડાઓમાં ભાજપને 23 ગામોમાં લીડ મળી છે, જેમાં (1) ઢુવા (2) લાકડધાર (3) ભાયાતી જાંબુડિયા (4) માટેલ (5) રાતાવીરડા (6) સરતાનપર (7) ભીમગૂડા (8) સમથેરવા (9) ઓળ (10) વરડુસર (11) જામસર (12) નાગલપર (13) વીડી જાંબુડિયા (14) રાજગઢ (15) લુણસર (16) ગાંગીયાવદર (17) પલાંસ (18) ખાનપર (19) ભેરડા (20) દેરાળા (21) પાડધરા (22) વિઠ્ઠલપર અને (23) ભાયાતી જાંબુડિયાનો સમાવેશ થાય છે. આ પંથકમાં આપને 5 ગામોમાં લીડ મળી છે, જેમાં (1) વિરપર (2) મકતાનપર (3) ચિત્રાખડા (4) રાજસ્થળી અને  (5) કાછીયાગાળાનો સમાવેશ થાય છે. ચોંકાવનારી વાત એ રહી કે ઘણા ગામોમાં આપની હરીફાઈ ભાજપ સામે રહી અને આપ બીજા નંબરે રહ્યું. આ પંથકમાં કોંગ્રેસને 3 ગામોમાં લીડ મળી છે, જેમાં (1) આણંદપર (2) ભોજપરા અને  (3) જેતપરડાનો સમાવેશ થાય છે. કોંગ્રેસ માટે નબળી વાત એ રહી કે અમુક ગામો એ યુ-ટર્ન લીધો છે, 2017માં જ્યાં લીડ હતી ત્યાં કોંગ્રેસ ત્રીજા નંબરે રહી. આમ આ પંથકમાં કોંગ્રેસને જબરો લોસ ગયો. આપ પણ જાજુ ગજું ન કરી શક્યો, આમ આ વિસ્તારમાં ભાજપ મેદાન મારી ગયું.

       બીજા વિભાગમાં મોરબી જતા હાઇવે અને જડેશ્વર રોડ વચ્ચે આવતા 7 ગામડા પૈકી ભાજપને એક માત્ર વઘાસીયામાં લીડ મળી છે. કોંગ્રેસને (1) પંચાસીયા (2) રાણેકપર (3) વાંકિયા (4) રાતીદેવરી (5) પંચાસર અને (6) કોઠારીયામાં લીડ મળી. આપને એકેય ગામમાં લીડ મળી નથી, આમ છતાં કોઠારીયા, પંચાસીયા, રાણેકપરમાં બીજા નંબરે રહ્યું. આ વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસનો 2017ની ચૂંટણીની તુલનામાં થોડો નબળો દેખાવ ગણી શકાય.

       ત્રીજા વિભાગમાં જડેશ્વર રોડ અને રાજકોટ જતા રોડ કે જેને તીથવા વિસ્તાર તરીકે ઓળખાય છે, તેની વાત કરીયે તો ભાજપને (1) કોટડાનાયાણી (2) પીપળીયા અગાભી અને (3) ખેરવામાં લીડ મળી, આપને (1) ઘીયાવડ અને (2) વણઝારામાં અને (3) ખખાણામાં લીડ મળી. ઉપરાંત (1) પીપળીયારાજ (2) વાલાસણ (3) કોટડાનાયાણી (4) સિંધાવદર (5) કણકોટ અને (6) નવી કલાવડીમાં આપ બીજા નંબરે રહ્યું. કોંગ્રેસને (1) તીથવા (2) અરણીટીંબા (3) પાંચદ્વારકા (4) અમરસર (5) પીપળીયારાજ (6) વાલાસણ (7) સિંધાવદર (8) વીડી ભોજપરા (9) પ્રતાપગઢ (10) રાજાવડલા (11) ખીજડીયા (12) કણકોટ (13) જુની કલાવડી (14) નવી કલાવડી અને (15) પીપરડીમાં લીડ મળી છે. આમ આ વિસ્તારમાં કોંગ્રેસમાંથી છટકીને મતદારો આપમાં સરકી ગયા અને કોંગ્રેસને જબરો માર પડ્યો. આ માર ઠેઠ સુધી કોંગ્રેસને નડ્યો.

       ચોથા વિભાગમાં વાંકાનેરથી થાન જતો અને બીજો વાંકાનેરથી બાઉન્ડરી જતા હાઇવે વચ્ચે આવતા ગામોમાં ભાજપને (1) હસનપર (2) ધમલપર (3) જાલસીકા (4) હોલમઢ (5) જાલીડા અને (6) રંગપરમાં લીડ મળી. કોંગ્રેસને (1) કેરાળા (2) લાલપર (3) પાજ (4) રસીક્ગઢ (5) દલડી (6) દીઘલીયા (7) કાનપર (8) કોઠી (9) જોધપર (10) લિંબાળા  (11) વસુંધરા (12) મહીકા (13) ગારીડા (14) સમઢીયાળામાં લીડ મળી છે. મેસરીયા વિસ્તાર તરીકે ઓળખાતા આ વિસ્તારમાં આપને (1) લુણસરીયા (2) બોકડથંભા (3) શેખરડી (4) ચાંચડીયા (5) કાશીપર (6) ગારીયા (7) રાતડીયા (8) ગુંદાખડા (9) મેસરીયા (10) અદેપર (11) સતાપર (12) વિનયગઢ-વિઠ્ઠલગઢ (13) તરકીયા (14) ભલગામ (15) ઠીકરીયાળા (16) જેપુર અને  (17) રૂપાવટીમાં લીડ મળી. આપને વાંકાનેર તાલુકાના બધા વિભાગમાંથી સૌથી વધુ મત આ પંથકમાંથી મળ્યા છે.

       પાંચમા વિભાગમાં વાંકાનેર શહેરની જો વાત કરીએ તો ભાજપે પોતાના મત જાળવી રાખ્યા, શહેરમાંથી 265 મત વધુ મળ્યા, કોંગ્રેસને વાંકાનેર શહેરમાંથી ખાધ ન પડી તેને 613 મત વધુ મળ્યા, વાંકાનેર શહેરમાં આપને ઠીક ઠીક  મત મળ્યા. શહેરનું પરિણામ અપેક્ષિત રહ્યું.

       ભાજપને ગઈ ચૂંટણીની તુલનામાં વાંકાનેર તાલુકાના ગામડાઓમાંથી 3757 મત વધુ મળ્યા,  કોંગ્રેસને ગઈ ચૂંટણીની તુલનામાં વાંકાનેર તાલુકાના ગામડાઓમાંથી 1249 મત ઓછામળ્યા, ગઈ ચૂંટણીની અને ત્રીજા પરિબળે તોડેલા મતની તુલનામાં વાંકાનેર શહેરમાંથી આપને વાંકાનેર તાલુકાના ગામડાઓમાંથી 8,412 મત વધુ મળ્યા. ભાજપને આમ, વાંકાનેર તાલુકાના ગામડાઓમાં 11,891 મતની ખાધ રહી, જે તેમણે વાંકાનેર શહેરમાંથી મળેલી 9097 મતની અને રાજકોટના ગામડાઓમાંથી મળેલી 22.639 મત લીડથી ભરપાઈ થઇ ગઇ.

       છઠા વિભાગમાં કુવાડવા વિસ્તારના 50 ગામડાઓની જો વાત કરીએ તો ગઈ ચૂંટણીની તુલનામાં ભાજપે જબરો વધુ સ્કોર કર્યો. ભાજપને રાજકોટના ગામડાઓમાંથી 5473 મત વધુ મળ્યા, જયારે કોંગ્રેસને રાજકોટના ગામડાઓમાંથી 10,962 મત ઓછા મળ્યા. ગઈ ચૂંટણીની અને ત્રીજા પરિબળે તોડેલા મતની તુલનામાં આપને 17,674 મત વધુ મળ્યા. આપે કુવાડવા વિસ્તારમાં જોરદાર દેખાવ કર્યો. સૌથી સારો દેખાવ ભાજપનો રહ્યો.   

       ભાજપના જીતના કારણમાં ભાજપનું માઈક્રો પ્લાનિંગ, કુવાડવા વિસ્તારમાં પટેલોની નારાજગી દૂર થતા મળેલી લીડ, આપનું પરિબળ, વાંકાનેરના ગામડાઓના કોંગ્રેસના કમિટેડ મતદારોનું સરકવુ અને રાજકોટના ગામડાઓના વિસ્તારમાંથી કોંગ્રેસને નબળો પ્રતિસાદ મુખ્ય ગણી શકાય.

Content Copying Forbidden !!

error: Content is protected !!