કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

દિલ્હીથી મુલાકાતે આવેલ નેશનલ લેવલની હેલ્થ ટીમનું પરિણામ

વાંકાનેર: તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર (પેટા આરોગ્ય કેન્દ્ર) સિંધાવદર , વાલાસણ અને લાકડધારનું દિલ્લીની નેશનલ લેવલની ટીમ દ્વારા National Quality Assurance Standards certificate માટે તા. 08/03/2025 ના રોજ સેન્ટરની મુલાકાત કરી ચેકલીસ્ટ મુજબ મોનીટરીંગ અને ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

નેશનલ લેવલથી NQAS સર્ટિફિકેટ માટે ક્વોલિફાઇડ થાય એ માટે જિલ્લાની ટીમ જિલ્લા QAMO શ્રી હાર્દિક રંગપરિયા સર, THO શ્રી ડૉ. આરીફ શેરસિયા અને તેમની મેન્ટરિંગ ટીમના માર્ગદર્શન અને સતત મુલાકાતના પરિણામ સ્વરૂપે મુલાકાતે આવેલ ટીમે આ મુજબ રેન્કિંગ આપેલ છે.
સિંધાવદર (૯૩.૩૭%)
વાલાસણ (૯૧.૧૩%)
લાકડધાર (૯૦.૭૭%)
માર્કસ સાથે પરીણામ મેળવી હેલ્થના ધારા ધોરણો પ્રમાણે સેવાઓ આપવામાં અનન્ય સિધ્ધિ મેળવેલ છે.

મળેલ સિધ્ધિ બદલ
આયુષ્યમાન આરોગ્ય મંદિર સિંધાવદરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જુનેદ કડીવાર, મેલ હેલ્થ વર્કર સાજન વાઘેલા, ફિમેલ હેલ્થ વર્કર મહેજબીન વડાવિયા અને આયુષ્યમાન આરોગ્ય મંદિર વાલાસણના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ફરના શેરસિયા, મેલ હેલ્થ વર્કર આરીફ કડીવાર અને ફિમેલ હેલ્થ વર્કર નસીમ શેરસીયા દ્વારા મુલાકાતી ટીમ અને તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવે છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!