સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ નહીં રખાય
ગાંધીનગર: ગુજરાત રાજ્યના અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. બક્ષીપંચ સમુદાયના બાળકો માટે સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓબીસી સમાજના બાળકોને જાતિ પ્રમાણપત્ર મેળવવા સરકારે સરળતા કરી આપી છે. આ જાતિ પ્રમાણપત્ર મેળવવા હવેથી રેવન્યુ રેકોર્ડને પુરાવા તરીકે માન્ય ગણાશે.
અગાઉ વર્ષ 1/4/78 પહેલા જન્મેલા લોકોને જાતિના પુરાવા માટે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવતો હતો. આ માટે ગુજરાત રાજ્યની બક્ષીપંચ કમિટી રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.
પછાત વર્ગના ઉમેદવારોના જાતિ પ્રમાણપત્રોની ખરાઈની કામગીરી નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. વંચાણે લીધા ક્રમાંક ઉપરના ઠરાવથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પ્રમાણપત્રોની ચકાસણીખરાઈ અર્થે
રાજ્ય કક્ષાની વિશ્લેષણ સમિતિની રચના કરવામાં આવેલ છે. ઉપરના આ વિભાગના તારીખ 25/02/2022ના પરિપત્રથી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોને નિમણૂક આપતા પૂર્વે જાતિ પ્રમાણપત્રોની ચકાસણી ખરાઈ કરવા બાબત અંગે જરૂરી સૂચનાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.