કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગળા ઉપર છરી મૂકી મોબાઈલ- રોકડની લૂંટ

વાંકાનેર: ઢુવા રહેતો એક શખ્સ મોરબીના ખોખરા હનુમાન પાસેથી યુવાન પસાર થઈ રહ્યો હતો દરમિયાન બે બાઈકમાં આવેલા અજાણ્યા ચાર શખ્સો દ્વારા તે યુવાનના ગળા ઉપર છરી મૂકવામાં આવી હતી અને ત્યારબાદ તારી પાસે જે કંઈ હોય તે આપી દે તેવી ધમકી આપવામાં આવી હતી અને રોકડ તથા મોબાઇલની લૂંટ કરીને ચાર શખ્સો નાસી ગયા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાને 12,500 ની લૂંટ થઈ હોવા અંગેની ચાર શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે…

વાંકાનેર તાલુકાના ઢુવા પાસે માટેલ રોડ ઉપર આવેલ ઈનવોલ સિરામિક ફેક્ટરીની ઓરડીમાં રહેતો અને મજૂરી કામ કરતો મૂળ એમપી ના રાજગઢ જિલ્લાનો અમરભાઈ અંબાભાઈ કુશવા (૨૩) નામનો યુવાન મોરબી ખોખરા હનુમાન પાસેથી થોડા દિવસો પહેલા રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો ત્યારે બે બાઈક ઉપર આવેલા અજાણ્યા ચાર શખ્સો દ્વારા તે યુવાનને આંતરિને તેના ગળા ઉપર છરી રાખી હતી અને તારી પાસે જે હોય તે આપી દે તેવી ધમકી આપી હતી અને તે યુવાનનો 10,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન તથા 2,500 રોકડા આમ કુલ મળીને 12,500 ના મુદ્દામાલની લૂંટ કરીને બાઈક ઉપર આવેલા આજાણ્યા ચાર શખ્સો નાસી છૂટ્યા હતા જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી લૂંટ કરીને નાસી છુટેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આ અંગેની આગળની વધુ તપાસ એલસીબીના પીએસઆઈ કે.એચ.ભોચીયા ચલાવી રહ્યા છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!