અભિયાનમાં તિરંગા સાથે સેલ્ફી લઈને અપલોડ કરવાનો રહેશે
હર ઘર તિરંગા અભિયાન કોઈ તહેવારથી ઓછું નથી, એટલા માટે પીએમ નરેન્દ્ર મોદી સતત દેશ વાસીઓને તિરંગો ફરકાવવાની વારંવાર અપીલ કરતા હોય છે. આ અભિયાનમાં તમારે તિરંગા સાથે પોતાની સેલ્ફી લઈને harghartiranga.com પર અપલોડ કરવાનો રહેશે. સ્વતંત્રતાનાં દિવસે દરેક ભારતીયને તિરંગા સાથે ફોટો પડાવવાનો ક્રેઝ હોય છે, એવા સમયે તમે જો નીયમોનું ધ્યાન નથી રાખતા તો તમારે કોર્ટ-કચેરીનાં ધક્કા ખાવાનો વારો આવી શકે છે. એટલા માટે રાષ્ટ્રીય ધ્વજને લઈને નિયમો જાણવા જરૂરી છે, તો ચાલો આ નિયમો પર એક નજર મારી લઈએ…ભારતના બધારણમાં રાષ્ટ્રીય ધ્વજને લઈને અમુક નિયમો છે જેમાં રાષ્ટ્રીય ધ્વજને ફરકાવવો, તેનો ઉપયોગ કરવો કે પ્રદર્શન કરવું તે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ, 1971 અને ભારતીય ધ્વજ સંહિતા 2002 દ્વારા સંચાલન કરવામાં આવે છે. આ નિયમ અનુસાર કોઈ પણ સાર્વજનિક કે નીજી સંસ્થા કે શૈક્ષણીક સંસ્થાનો સદસ્ય કોઈ પણ દિવસ કે કોઈ પણ પ્રસંગે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાનો હક ધરાવે છે. રાષ્ટ્રીય ધ્વજને જયારે કોઈ વક્તિ ફરકાવે છે ત્યારે કેસરી પટ્ટી હંમેશા ઉપરની તરફ રહે અને જો કોઈ વર્ટીકલ રીતે ફરકાવતો હોય તો રાષ્ટ્રીય ધ્વજમાં કેસરી પટ્ટી જમણી બાજુ અને સામેની વ્યક્તિની ડાબી બાજુ રહે તેનું ધ્યાન રાખવું.
આટલું ધ્યાન રાખવુંભારતીય ધ્વજ સંહિતાનાં અનુચ્છેદ 2.2 પ્રમાણે, કોઈ પણ સમાન્ય માણસ રાષ્ટ્રીય ધ્વજને ફરકાવી શકે છે. પરંતુ જયારે પણ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે ત્યારે તેને સન્માન સાથે ફરકાવવો અને સ્પષ્ટ રીતે મુકવો જરૂરી છે…
જયારે પણ રાષ્ટ્રીય ધ્વજનું પ્રદર્શન કરવામાં આવે ત્યારે પૂરું સન્માન અપાવું જરૂરી છે. જયારે ઝંડાને યોગ્ય સ્થાને મુકવો જરૂરી છે. તમારે ધ્વજને જમીન પર કે કોઈ ગંદી જગ્યાએ ન મુકવો….
નિયમ પ્રમાણે રાષ્ટ્રીય ધ્વજનો ઉપયોગ વસ્તુને લપેટવા, પ્રાપ્ત કરવા કે વિતરણમાં થઈ શકતો નથી. સાથે ધ્વજને જમીન, ફ્લોર કે પાણી સાથે અડાડવાની પરમિશન મળતી નથી. આ સિવાય કોઈ કાર્યક્રમમાં વક્તાના ટેબલ કે પ્લેટફોર્મને વીંટાળી શકાતો નથી…
ભારતીય ધ્વજ સંહિતા પ્રમાણે રાષ્ટ્રીય ધ્વજને બીજા કોઈ ધ્વજ કે ધ્વજો સાથે એક સ્તંભ પર ફરકાવી શકાય નહિ. બીજું ફાટેલો, ગંદો કે કડચલીવાળા ધ્વજને ફરકાવી શકાય નહી…
શું કાર પર ધ્વજ લગાવી શકાય?જો તમે 15મી ઓગસ્ટે તમારા વાહન પર ધ્વજ લગાવવાનું વિચારતા હોય તો જાણી લેવું કે દેશના દરેક નાગરિકને ધ્વજ લગાવવાનો અધિકાર નથી. કાર કે અન્ય વાહનો પર ધ્વજ લગાવવાનો વિશેષ અધિકાર ભારતીય ધ્વજ સંહિતા 2002નાં અનુચ્છેદ 3.44 પ્રમાણે આ વ્યક્તિઓને જ અધિકાર છે- 1) રાષ્ટ્રપતિ 2) ઉપરાષ્ટ્રપતિ 3) રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ 4) ભારતીય મિશન પ્રમુખ/પ્રધાનમંત્રી, કેબિનેટ મંત્રી 5) રાજ્ય મંત્રી અને સંઘના ઉપ મંત્રી 6) મુખ્યમંત્રી અને રાજ્ય કે કેન્દ્ર શાસિત કેબિનેટ મંત્રી 7) લોકસભા અધ્ય્ક્ષ 8) રાજ્ય સભાનાં ઉઅપધ્ય્ક્ષ 9) લોકસભાના ઉપઅધ્ય્ક્ષ 10) રાજ્યની વિધાન પરિષદના અધ્યક્ષ 11) રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાન સભાના અધ્યક્ષ 12) રાજ્યની વિધાન પરિષદના ઉપઅધ્યક્ષ 13) રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાન સભાના ઉપઅધ્યક્ષ 14) ભારતના મુખ્ય ન્યાયાધીશ 15) સર્વોચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશ 16) ઉચ્ચ ન્યાયાલયનાં મુખ્ય ન્યાયાધીશ 17) ઉચ્ચ ન્યાયાલયનાં ન્યાયાધીશ