રાતીદેવળી દેવરાજના ખૂન બાબતે પતિ, પત્ની ઔર વો જેવી મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ થયો
વાંકાનેર: ગઇ તા.16/5ના રોજ રાતીદેવળીના દેવકરણભાઇ ઉર્ફે દેવરાજમાઇ બાબુભાઇ વિકાણી જાતે, દેવીપુજક (ઉ.વ.30)નું ખૂન થયું હતું. જેની ફરિયાદ મરણ જનારના માતા સવિતાબેન બાબુભાઇ જેઠાભાઇ વિકાણીએ નોંધાવી હતી.
આ બનાવ બાબતે આરોપીઓ, વજાભાઇ અમરશીભાઇ તલસાણીયા જાતે દેવીપુજક રહે-સણોસરા તા.ચોટીલા; રઘુભાઇ વજાભાઇ તલસાણીયા જાતે દેવીપુજક હાલ રહે. રાજકોટ મુળ સીપરા તા.ચોટીલા; જાદવભાઇ વજાભાઇ તલસાણી જાતે દેવીપુજક હાલ રહે. સરધાર તા.જી.રાજકોટ મુળ રહે. સીપરા તા.ચોટીલા તથા પુરીબેન ઉર્ફે જોનાબેન જે દેવકરણભાઇ બાબુભાઇ વીકાણીના પત્ની છે, અને રાતીદેવળીના વજાભાઇ અમરશીભાઇ તલસાણીયાની પુત્રી છે, હાલ રહે, સણોસરા તા: ચોટીલાવાળા વિરૂધ્ધ ફરીયાદ થતા ગુન્હો રજી. કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી. પોલીસ ખાતાએ ખૂન કરી નાસી ગયેલ ચારેય આરોપીઓને પકડી હસ્તગત કરી લીધેલ છે.

મીડિયા અહેવાલો મુજબ રાતીદેવળીના દેવરાજના લગ્ન ચોટીલાના સણોસરા ગામે બાર વર્ષ પહેલા થયા હતા. એને ત્રણ સંતાનો છે. તેને તેની પાટલા સાસુ હંસાની પુત્રી કાજલ સાથે પ્રેમ થઇ ગયો હતો અને બંને રાતીદેવરીથી છેલ્લા ચાર માસથી રાજકોટમાં રામાપીર ચોકડી નજીક સ્લમ ક્વાર્ટરમાં રહેવા જતા રહ્યા હતા. બનાવના દિવસે દેવરાજ પોતાની પ્રેમિકા કાજલને લઇ ચોટીલા મુકવા ગયા હતો. આમ પતિ, પત્ની ઔર વો જેવી મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ થયો છે.