પીપળીયારાજના હાલ સુરત સ્થાઈ થયેલા અને કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના સુપુત્ર
વાંકાનેર: ગઈ કાલે જાહેર થયેલ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ક્લાસ- 2 આસીસ્ટન્ટ ઈન્જિનીયર સિવિલ નર્મદા કલ્પસર વોટર રીસોસ માટે પરીક્ષા યોજાઈ હતી, જેમાં વાકાનેર તાલુકાના પીપળીયારાજના વતની અને હાલ સુરત કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા
મોમીન સમાજના વલીમામદભાઈ હાજીભાઇ (અમી પટેલવાળા) કડીવારના પુત્ર સહેબાઝ કડીવારે GPSC માં 19 મા રેન્ક સાથે ઉત્તિર્ણ કરી માત પિતાનું સ્વપ્ન સાકાર કરી કડીવાર પરીવારનું અને વાંકાનેર તાલુકાનુ ગૌરવ વધાર્યું છે. વલીમામદભાઈ 38 વર્ષથી સુરત સ્થાઈ થયા છે. તેમનો નાનો પુત્ર નવાજિશ હાલમાં સી.એ. નો અભ્યાસ કરે છે.
સહેબાઝે આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તનતોડ મહેનત અને કઈક કરી છૂટવાના મનોબળનુ સતત મોનીટરીંગ જરૂરી ગણાવે છે, પોતે સતત સંધર્ષ કરી નિષ્ફ્ળ થયા બાદ પણ ગોલને વળગી રહી પ્રયાસો ચાલુ રાખી આ મુકામ હાસલ કરી બતાવ્યું છે. ઉમેદવારોની સંખ્યા જોયા વિના વાંચન લખાણ અને સ્કિલને સક્સેસનુ સુત્ર બતાવનાર સહેબાઝ (7777900684) ને ચૌમેરથી શુભેચ્છા પાઠવાઈ રહી છે. કમલ સુવાસ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા.