લેડીઝ પર્સ ભાટિયા સોસાયટીમાં રહેતા મહિલાનું હતું
વાંકાનેર: મુસ્લિમ મહિલા શબાનાબેન ફેજલભાઈ પીપરવાડીયા રહેવાસી જીનપરા વાળાને એસટી બસમાં લેડીઝ પર્સ, બે જુદી જુદી બેંકનાએટીએમ કાર્ડ અને રોકડ રૂા. ૧૩,૦૦૦ સહિતના ડોકયુમેન્ટ સાથેનું લેડીઝ પર્સ મળેલ, જે અંગેની જાણ ભોજરાજસિંહ ઝાલા જમાદારને કરેલ અને
તરતજ સીટી પોલીસ સ્ટેશન વાંકાનેર પોલીસ ઇન્સ્પેક્ટર હુકુમતસિંહે વાયા મીડિયા મિત્ર સર્કલ અને ગ્રુપમાં જાણ કરી મૂળ માલિકને શોધી ખરાઈ કરતા
વાંકાનેર ભાટિયા સોસાયટીમાં રહેતા વૈભવીબેન નિલેશભાઈ ખંઢેરીયાનું લેડીઝ પર્સ હોવાનું માલુમ પડેલ, તે અંગે શબાનાબેન હસ્તે વૈભવીબેનને પાકીટ અપાવી પ્રમાણિકતા માનવતાના ઉદાહરણ પૂરું પાડયું હતું…