બાઈકમાંથી નીચે પડી જતા ઈજા
વાંકાનેર: તાલુકાના સમથેરવા ગામે રહેતા ૨૯ વર્ષના યુવાનને જામસર ચોકડી પાસે બાઈકમાંથી નીચે પડી જતા ઈજા થઇ હતી.


























જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સમથેરવા ગામે રામદેવપીર મંદિર પાસે રહેતા જીગ્નેશ માવજીભાઈ ઉકેડીયા નામના ૨૯ વર્ષના યુવાનને વાંકાનેર નજીકની જામસર ચોકડી પાસે બાઈકમાંથી નીચે પડી જતા ડાબા પગના ઢીંચણના ભાગે ફેક્ચર જેવી ઈજા થવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો આ બનાવની જાણ થતા મોરબી બી ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી…
