વાંકાનેર: યુવા કોંગ્રેસ દ્વારા પર્યાવરણના જતન અને રક્ષણ કરવા માટે રોપા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં વાંકાનેર કોંગ્રેસ કાર્યાલય નજીક આશાન ફાર્મા ખાતે ખુલ્લી જગ્યામાં વિવિધ ફળો, ફૂલો, છાંયડા કરતા રોપાઓનુ વિતરણ
કરવામાં આવ્યુ હતું, જેનો લાભ મોટી સંખ્યામાં વાંકનેરના નાગરિકોએ લીધેલ હતો. આ કાર્યક્રમમાં ગુજરાત કિશાન કોગ્રેસ મહામંત્રી
શકીલ પીરઝાદા, વાંકાનેર માર્કેટીંગ યાર્ડ ચેરમેન ગુલામભાઈ પરાસરા, ઉપપ્રમુખ નાથાભાઈ ગોરીયા, મોરબી જિલ્લા પંચાયત સદસ્ય કરશનભાઈ લુંભાણી, વાંકાનેર તાલુકા કોગ્રેસ પ્રમુખ ગોહિલ જસુભાઈ, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મંત્રી ડો. રુકમુદીન માથકીયા,
વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારા, વાંકાનેર કીશાન કોગ્રેસ પ્રમુખ ફારૂક કડીવાર, વાંકાનેર કોગ્રેસ અગ્રણી એહમદભાઈ માથકીયા
સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વાંકાનેર કોંગ્રેસ તરફથી આ થકી પર્યાવરણ બચાવવા અગત્યનો સંદેશો આપવામા આવ્યો હતો.
સૌ પ્રથમ અને સીધા જ તમારા મોબાઈલમાં સમાચાર વાંચવા
