વાંકાનેર: ૨૧/૨/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકાની જામસર સીઆરસીની શ્રી પી.એમ શ્રી વરડુસર પ્રા.શાળા ખાતે સાયન્સ ફેર ઉજવવામાં આવેલ,
જેમાં વાંકાનેર બીઆરસી કો.ઓર્ડીનેટર સાહેબશ્રી પરમાર મયુરસિંહ જામસર સીઆરસી કો. ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ મેસરિયા સીઆરસી ગઢિયા દિવેશભાઈ લુણસર સીઆરસી વાઘેલા ભાવેશભાઇ રાજગઢ પ્રા.શાળાના આચાર્યશ્રી ચૌધરી રાકેશભાઈ ઉપસ્થિત રહેલ. આવેલ તમામ મહેમાનશ્રીઓને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવેલ તેમજ બીઆરસી પરમાર મયુરસિંહ દ્વારા રીબીન કાપી સાયન્સ ફેરને ખુલ્લો મુકવામાં આવેલ અને પીએમ શ્રી શાળા અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવેલ, તેમજ સાયન્સ ફેરમાં પ્રદર્શિત કરેલ કૃતિના વિદ્યાર્થીઓને અને શિક્ષકોને આવકારવામાં આવેલ. તેમજ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી ભરાડિયા રેખાબેન અને એસએમસીના અધ્યક્ષશ્રી પંચાસરા અશોકભાઈ અને શાળાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યકમ સફળ બનાવવામાં આવેલ…