વાંકાનેર: આજના આધુનીક યુગમાં હજુ પણ અંધ શ્રદ્ધા તેમજ દોરા ધાગાના ધતિંગ જોવા મળી રહ્યા છે ત્યારે વિજ્ઞાન જાથાની ટીમ આવી શ્રદ્ધા દુર કરી લોકોને બચાવવાનું કાર્ય કરતી હોય છે ગઈ કાલે વિજ્ઞાન જાથાની ટીમે રંગેહાથ ધતિંગ કરનારને ઝડપી લીધો હતો અને આ ઇસમ ૧૦ વર્ષથી લોકોને છેતરવાનું કામ કરતો હતો જેનો પર્દાફાશ કરવામાં વિજ્ઞાન જાથાની ટીમને સફળતા મળી હતી..મૂળ અમદાવાદનો વતની બાપુ સૈયદ ફિરોજભાઈ એહમદભાઈ કાદરી નામનો ઇસમ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહી છેલ્લા ૧૦ વર્ષથી દુખ દર્દ મટાડવાના ધતિંગ કરતો હતો ઘરમાં પીરના નામે જોવાની ધતિંગ લીલા કરતો હતો જે પતિ પત્નીના ઝઘડામાં ફોટો પર વિધિ વિધાન કરી, ડાકણ, ચુડેલનો આરોપ મૂકી અંદરોઅંદર ઝઘડો કરાવતો હતો
માનસિક બીમારીનો ઉપચાર તેમજ તાવીજ દોરા માટે રૂપિયા ૧૧૦૦ જેવી રકમ પડાવતો હોવાનું વિજ્ઞાન જાથાની ટીમને જાણવા મળ્યું હતું જેને પગલે ગઈ કાલે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાની ટીમે સ્થળ પર પહોંચી પોલીસને સાથે રાખી ધતિંગનો પર્દાફાશ કર્યો હતો
વિજ્ઞાન જાથાની ટીમે ગઈ કાલે ૧૨૬૩ મો સફળ પર્દાફાશ કર્યો હતો વાંકાનેર સીટી પોલીસ ટીમને સાથે રાખી વિજ્ઞાન જાથા ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું અને લોકોને આવા દોરા ધાગાના ધતિંગ સામે જાગૃત બનવા અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે અપીલ કરી હતી…