એક આરોપી મુળ વાંકાનેરના જેપુર ગામનો
રાજકોટના કુવાડવા નજીક ખેરડી ગામ નજીક પીસીબીની ટીમે દરોડો પાડી રૂ. 47 હજારના 216 ટીન બીયર ભરેલી સ્કોર્પિયો કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી રૂ. 7.47 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો.
મળેલ માહિતી મુજબ પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશ કુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબીની ટીમને મળેલી બાતમીને આધારે કુવાડવા નજીક ખેરડી ગામ પાસે ગોઠવેલી વોચ દરમિયાન ખરેડી ગામ અને મધરવાડા ગામ વચ્ચેના રોડ પર આવેલ 
પાણીના સંપની સામે રોડ ઉપરથી નંબર વિનાની મહિન્દ્રા સ્કોર્પીઓ કારને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂ. 47 હજારનો 216 ટીન બીયર મળી આવ્યો હતો. દરોડામાં નવાગામ, છપ્પનીયા કવાટર, વૃંદાવન ડેરી પાસે, શેરી નં-05, વિજયભાઇ સોલંકીના મકાનમાં ભાડેથી રહેતા
મુળ વાંકાનેરના જેપુરના વનરાજભાઇ આંબાભાઇ પરબતાણી અને કુવાડવા ગામ, આંબલી વાળી શેરીમાં રહેતા રામજી ઉર્ફે રામો બાલાભાઇ સોલંકીની ધરપકડ કરી હતી પુછપરછમાં બેડી ગામના સુરેશ ઉર્ફે ભીમો કાનજીભાઇ પંચાસરાનું નામ ખુલ્યું હતું.
પી.સી.બી. ના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.જે.હુણ, પીએસઆઈ પી.બી.ત્રાજીયા, આર.કે.જાડેજા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, પો.હેઙ.કોન્સ. કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્વામી, પો.કોન્સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્દ્રસિંહ પરમારે કામગીરી કરી હતી.
