કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

બાયપાસ પર પંચાસર પાસે બાજુમાં બીજો પુલ મંજૂર

બાયપાસ પર પંચાસર પાસે બાજુમાં બીજો પુલ મંજૂર

55 કરોડનો ખર્ચ થશે

ઘર ઘર આનંદ ભયો

વાંકાનેર: અહીંના પંચાસર બાયપાસ પર આવેલી મચ્છુ નદી પર હયાત પુલની બાજુમાં એક નવો બીજો પુલ 55 કરોડના ખર્ચે મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યો હોવાની વાંકાનેરના ધારાસભ્યના કાર્યાલયથી માહિતી મળી છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેરના પંચાસર બાયપાસ પર આવેલ મચ્છુ નદી પર આવેલ પુલ ડેમેજ થયો હતો અને હજુ હમણાં જ રીપેરીંગ કરીને ચાલુ કરવામાં આવ્યો છે. ત્યારે આ હયાત પુલની બાજુમાં જ એક બીજા નવા પુલ માટેની માંગણી વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા કરવામાં આવી હતી તેમને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મંજૂરી આપી છે.

મળેલી માહિતી મુજબ આ પુલ હયાત પુલની બાજુમાં ટુ લેન વિથ ફુટપાથ સાથેનો બ્રિજ અંદાજીત 55 /-કરોડનાં ખર્ચે બનાવવામાં આવશે. આ મંજૂરી ની જાણ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા ધારાસભ્યને કરવામાં આવતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!