વાંકાનેર: ભારતમાં ક્રિક્રેટ રમત અને તેમના ખેલાડીઓનો ક્રેઝ છે, ઇન્ડિયાની ક્રિક્રેટ ટીમનો કોઈ ખેલાડી જો વાંકાનેરમાં આવે તો જોવા ચાહકો ઉમટી પડે, લાઈવ મેચ રસિયાઓ જોવાનું ચુકતા નથી…
વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના રૂષીરાજસિંહ જીતેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. 17) ની રાજ્યકક્ષા ક્રિકેટ સિલેકશન અંડર-19 માં સિલેક્ટ થયા છે, જેઓ ધોરણ 11 માં અમરસિંહજી હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે, અને છેલ્લા 2 વર્ષથી વાંકાનેર ક્રિકેટ ક્લબમાં રફિક ડોડીયા પાસેથી ટ્રેનિંગ લઈને રાજ્યકક્ષા ક્રિકેટ સિલેક્ટશન અંડર19 માં સિલેક્ટ થવા બદલ શુભેચ્છકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે, અને ખુબ ખુબ અભિનંદન આપી રહ્યા છે. ભવિષ્યમાં રવિન્દ્ર જાડેજાની જેમ ઇન્ડિયાની ક્રિક્રેટ ટીમમાં સ્થાન પામે એવી અભ્યર્થના કરી રહ્યા છે. તેમની પસંદગી તાલુકા માટે ગૌરવની વાત છે. કમલ સુવાસ ન્યુઝ તરફથી અભિનંદન ! ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની સ્કૂલમાંથી જિલ્લા કક્ષાએ પસંદગી પામેલા વિદ્યાર્થીઓની ગુજરાતની ટીમમાં પસંદગી માટેનો કેમ્પ યોજેલ હતો. જે કેમ્પમાં અંદાજિત ૨૬૦ વિદ્યાર્થીઓ આવેલ હતા…