રૂપિયાનું પાકીટ મૂળ માલિકને પરત કર્યું
રાજકોટ : સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્કીમ’ અંતર્ગત રાજકોટ ડિવિઝનના 7 સ્ટેશનો રાજકોટ, ભક્તિનગર, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, વાંકાનેર અને ખંભાળિયા સ્ટેશનો પર સ્થાનિક ઉત્પાદનોના સ્ટોલ ખોલવામાં આવ્યા છે.
આ યોજના હેઠળ, સ્ટેશનો પર સ્ટોલ મેળવવા માટે, ઉત્પાદકોએ વિકાસ કમિશનર/રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ ધારકો, ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (TRIFED), નોંધાયેલ સ્વૈચ્છિક સંસ્થાઓ અથવા MSME પ્રમાણપત્ર ધારકો, ભારત સરકાર રજિસ્ટર્ડ/નોંધાયેલ આદિવાસી કારીગરો/વણકર વગેરે અરજી કરી શકે છે.
નોંધનીય છે કે, આ સ્ટોલ રૂ. 6000ની નજીવી ટોકન રકમ સાથે વધુમાં વધુ ત્રણ મહિના માટે ફાળવવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, અરજદારો તેમની અરજી સંબંધિત રેલવે સ્ટેશન પર સ્ટેશન મેનેજરને સબમિટ કરી શકે છે. રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વનીકુમારે સ્થાનિક લોકો/સંસ્થાઓને આ યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. તેમ રેલવેની યાદીમાં જણાવાયું છે.
રૂપિયાનું પાકીટ મૂળ માલિકને પરત કર્યું
વાંકાનેર તાલુકાના વઘાસિયા ગામના 15 વર્ષના અજયસિંહ વનરાજસિંહ ઝાલા (98258 12130)એ પોતાને મળેલું પાકીટ મૂળ માલિકને પરત કરીને પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અજયસિંહ ઝાલાને કાળીધાર હનુમાનજીના મંદિરેથી એક પાકીટ મળ્યું હતું. જેમાં અંદાજે 4800 રૂપિયા જેવી રકમ હતી. જેથી અજયસિંહ ઝાલાએ મૂળ માલિક તેજશભાઈ (70160 91207)નો સંપર્ક કરી આ પાકીટ પરત આપીને માનવતા મહેકાવી છે.