“સેવ વુમન ફોર સાયલન્ટ કીલર” વિષય
તારીખ 08-01-2025ના રોજ “બેટી બચાવો બેટી પઢાવો” અભિયાન અંતર્ગત મહિલા જાગૃતિના ભાગરૂપે “સેવ વુમન ફોર સાયલન્ટ કીલર” પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેના ભાગરૂપે સાર્થક વિદ્યાલય મોરબીની ધોરણ -6 થી ધોરણ-12 સુધીની એમ 2 સેશનમાં બાળાઓને તારુણ્ય શિક્ષણ અને મહિલા જાગૃતિ અભિયાન અંગે માહિતગાર કરવામાં આવેલ. જેમાં વિદ્યાલયની આશરે 700 થી વધુ બાળાઓએ ભાગ લીધો હતો. મહિલા જાગૃતિ અભિયાન – મોરબી પ્રેરિત આ કાર્યક્રમનું
આયોજન કરવામાં આવ્યું, જેમાં મહિલા ટિમ લીડર સિંધવ શોભનાબેન તથા પરમાર બિનાબેન દ્વારા બહેનોને ગાયનેક સમસ્યાઓ અને તેના ઉકેલ વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ. મહિલાઓના મનમાં રહેલ જાતિય પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું જોઈએ ?
પોતાની સારસંભાળ કેવી રીતે રાખવી જોઈએ ? પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો જોઈએ ? તેનું ઊંડાણપૂર્વક જ્ઞાન આપવામાં આવેલ. દરેક સ્વસ્થ મહિલા થકી એક સ્વસ્થ સમાજનું નિર્માણ થાય અને દેશ શકિતશાળી બને છે. સ્ત્રીઓનુ સશક્તિકરણ એ રાષ્ટ્રનું સશક્તિકરણ છે અને
દીકરીઓમાં શિક્ષણનું સ્તર પણ ઊંચું લાવીને દીકરીઓમાં સ્વસ્થ જીવનનો એક સારો પાયો નાખી શકીએ.. અને આ અભિયાન દ્વારા મહિલાઓમાં જાગૃતતા કેળવીને જીવ બચાવી શકાય. તેથી આ કાર્યક્રમનુ સંચાલન તેમજ
આભારવિધિ પલ્લવીબેન પટેલ તથા રેખાબેન નિમાવત દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે સાર્થક પરિવારની સમગ્ર ટીમે જહેમત ઉઠાવેલ તથા શ્રી કિશોરભાઇ શુકલનું પ્રેરક માર્ગદર્શન મળેલ હતું…