વાંકાનેર: આજ રોજ સંસ્કૃતિ વિદ્યાલય – વાંકાનેર ખાતે નશાકારક બાબતો અને રોડ સેફટી અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું…
જીલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી થી AEI બાદી સાહેબ દ્વારા વાંકાનેર વિસ્તારમાં નશાકારક અને રોડ સેફટી અંગેની વિદ્યાર્થીઓને જ્ઞાન અને સમજણ આપી હતી. તથા આર.ટી.ઓ ઈન્સપેકટર સૈયદ સાહેબ (આર.ટી.ઓ કચેરી – મોરબી) વિદ્યાર્થીને લાયસન્સ, સીટ બેલ્ટ વગેરે આર.ટી.ઓ. ના નિયમ બાબતે સમજૂતી આપેલ, ત્યાર બાદ મોરબી જીલ્લા ટ્રાફિક કચેરીમાંથી PSI અબડા સાહેબ દ્રારા ટ્રાફિક અંગેની માહિતી આપેલ હતી. ઉપરાંત નશાકારક બાબતો અંગે મોરબી જીલ્લા SOG કચેરીમાંથી PSI કેસરીયા સાહેબ અને અંકુર સાહેબ દ્વારા માર્ગદર્શન પુરૂ પાડેલ હતું…
આજના સફળ આ કાર્યક્રમમાં સંસ્કૃતિ વિદ્યાલય – વાંકાનેરના સંચાલક મુસ્તાકસાહેબ, નિઝામસાહેબ સ્ટાફ ગણ તથા ધોરણ – 9 થી 12 ના વિદ્યાર્થીઓ એ હાજરી આપેલ હતી….