વાંકાનેરના સિંધાવદર ખાતે આવેલ મદની સ્કુલ ખાતે મોરબી આરટીઓ દ્વારા માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું….
આ સેમિનારમાં મોરબી આરટીઓ કચેરીમાંથી આરટીઓ ઇન્સ્પેકટર એ. આર. સૈયદ તથા તેમની ટીમ દ્વારા બંને શાળાના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ માટે માહિતી આપી અકસ્માતના સમયે રાખવાની સાવચેતી તથા અકસ્માતગ્રસ્તોની મદદ કરવા માટે સમજણ આપી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી….